સહકારી ક્ષેત્રનું વિશાળ શિસ્તબઘ્ધ સંગઠન લોક તંત્રને આર્થીક સઘ્ધર બનાવવાની ‘કરોડરજજુ’
રાજકોટ સહીત દેશભરમાં તા.11મી જાન્યુ. ના સહકારી સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.સહકારી ક્ષેત્રે દેશનું વિશાળ અને શિસ્તબદ્ધ સંગઠન *સહકાર ભારતી* નો 11 જાન્યુઆરી સ્થાપના દિવસ છે. સમગ્ર ભારતમાં યથોચિત ઉજવણી કરવામાં આવશે.
સહકાર ભારતી રાજકોટમાં મહાનગર દ્વારા 11-1-23 ના વિચાર ગોષ્ઠિનું આયોજન કરેલ છે. જેમાં 400 થી વધારે ધિરાણ મંડળી તથા મહિલા મંડળી અને સહકારી બેંક ના પ્રતિનિધિ ભાગ લેશે. વિષય છે, આવતીકાલ સહકારીતાની્ વક્તા- ‘ કલ્પકભાઈ મણિયાર’ રાજકોટ ની 20 થી વધુ ધિરાણ સહકારી મંડળીઓનું સેવા સન્માન કરી બહુમાન કરવામાં આવશે.સમાજ હે આરાધ્ય હમારા, ‘સેવા હે આરાધના’‘ભારત માતા કે વૈભવ હીત’,‘સહકારીતા કી સાધના’
સહકાર ભારતી સ્થાપના દિન 11 જાન્યુઆરી 1979 મુંબઈ ખાતે શ્રદ્ધેય લક્ષ્મણરાવ ઇનામદાર(વકીલ) એ સ્થાપના કરી હતી
બહુ આયામી, સાર્વજનિક, બિન રાજકીય, સ્વૈચ્છિક સંગઠન સહકારી ક્ષેત્રમાં તે મિત્ર માર્ગદર્શક અને તત્વ ચિંતકની ભૂમિકાથી સહકારીતા થી શુદ્ધિ બુદ્ધિ અને સમૃદ્ધિ માટે સંપર્ક સેવા અને સમર્પણ આ તણ સૂત્રોને ધ્યાનમાં રાખીને સહકારી છે ક્ષેત્રમાં સંખ્યાત્મક વૃદ્ધિ સાથે ગુણાત્મક પરિવર્તન માટે સતત કાર્યરત સેવાવત કાર્યકર્તાઓનો ખુલ્લો મંચ છે.
આજે સમગ્ર દેશમાં 27 રાજ્યોમાં 600 થી વધારે જિલ્લાઓમાં કાર્યરત છે રાજકોટ મહાનગરના અધ્યક્ષ ડો.એન.ડી.શીલુ , મહામંત્રી જયેશ સંઘાણી વિશેષમાં જણાવે છે કે, સહકાર ભારતી માને છે કે, *ગરીબ નિર્ધન દુર્લભ, અસંગઠિત વંચિત, શોષિત તથા આર્થિક રીતે નબળા લોકોના તથા રાષ્ટ્રનો સર્વાંગીંણ વિકાસ સહકારી ક્ષેત્ર દ્વારા જ સંભવ છે
ભારતને પરમ વૈભવના શિખર ઉપર મુકવા માટે સહકાર ભારતી સહકારી ક્ષેત્ર માં કાર્યરત છે ત્યારે આગામી 11 જાન્યુઆરી ના સ્થાપના દિન નિમિત્તે રાજકોટમાં એક ભવ્ય વિચાર ગોઠી નું આયોજન કરવામાં આવેલ છે.
આવતીકાલ સહકારિતા ની વિષય ઉપર કલ્પકભાઈ મણીયાર પોતાનું મનનીય પ્રવચન આપશે મુખ્ય મહેમાન તરીકે વિશાલભાઈ કપુરીયા જિલ્લા રજીસ્ટ્રાર રાજકોટ ખાસ ઉપસ્થિત રહેવાના છ્ે
રાજકોટ નાગરિક સહકારી બેંક લક્ષ્મણ રાવ ઇનામદાર સભા ગૃહ અરવિંદભાઈ મણીયાર નાગરિક સેવા લાયક 150 ફૂટ રીંગ રોડ રાજકોટખાતે તારીખ 11 -1- 2023બુધવારના રોજ સાંજે 5:30 કલાકે રાખવામાં આવેલ છે તેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.