૪૩,૦૦૦ કરોડના પ્રોજેકટની નીલામી કરી રકમ વસુલાશે

સહારાના રોકાણકારોને રકમ પાછી આપવા અંગે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટે સહારાની એમ્બે વેલીની લીલામીને મંજૂરીની મહોર આપી દીધી છે. એમ્બે વેલીની કિંમત અંદાજીત ૪૦ હજાર કરોડ ‚પિયા છે. એમ્બે વેલી સહારાનો સૌથી મહત્વનો પ્રોજેકટ ગણવામાં આવતો હતો. જેમાં લકઝરી રીસોર્ટ, માનવ સર્જીત તળાવો, એરપોર્ટ સહિતની વિશ્ર્વસ્તરની માળખાગત સુવિધા તૈયાર થવાની હતી.

પુણેમાં ૧૦ હજાર હેકટરથી વધુ જગ્યામાં એમ્બે વેલી પ્રોજેકટ ફેલાયેલો છે. જેની બજાર કિંમત ૪૩ હજાર કરોડ ગણવામાં આવે છે. દર મહિને સહારા પાસેથી હપ્તે રકમ વસુલવાને બદલે ન્યાયધીશ દિપક મિશ્રા, રંજન ગોગોઈ અને એ.કે.સીક્રીની ખંડપીઠે નિર્ણય કર્યો છે કે, સહારાના આ મહત્વપૂર્ણ પ્રોજેકટની લીલામી કરી રકમ વસુલવામાં આવે. આ માટે વિશ્ર્વના મહત્વના અખબારોમાં લીલામીની જાહેરાત આપવા પણ સુચનો પણ કરી દેવામાં આવ્યા છે.

લીલામીની આ પ્રક્રિયામાં અંદાજીત ૫ વર્ષનો સમય લાગશે. ત્યારબાદ મળેલી રકમ સેબીના સહારાના ખાતામાં જમા કરી દેવાશે. જેથી રોકાણકારોને તેમની રકમ પરત મળી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.