પાંજરાપોળમાં ઘાસ અને લાડવા વિતરણ સહિતની પ્રવૃતિઓનું આયોજન: હોદેદારો ‘અબતક’ની મુલાકાતે
સહારા યુવા ગ્રુપ છેલ્લા ૧૭ વર્ષોથી ધાર્મિક, સામાજીક, સેવાકીય અને માનવતાવાદી પ્રવૃતિઓ કરી રહી છે. સંસ્થા રવિવારનાં રોજ ૧૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે તેની ઉજવણીનાં ભાગરૂપે સંસ્થા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરશે. આ અંગે વિશેષ વિગતો આપવા ગ્રુપના હોદેદારોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
સહારા યુવા ગ્રુપનાં પ્રમુખ સુનિલભાઈ દામાણીએ જણાવ્યું કે, નાની પ્રવૃતિઓથી શરૂ કરાયેલી સંસ્થા અત્યારે વટવૃક્ષ સમી બની ગઈ છે. પક્ષીઓને ચણ, કિડીને કીડીયારુ, કુતરાને લાડવા, માછલીને લોટની ગોળી તથા ગાંઠિયા, પાંજરાપોળમાં ઘાસ, બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ચક્ષુદાન પ્રવૃતિનુંકાર્ય, શિયાળામાં ચીકી પાકનું વિતરણ, હોસ્પિટલમાં બાળકોને ફ્રુટ વિતરણ, શિયાળામાં વૃદ્ધાશ્રમમાં સાનીપાક તથા ચીકીપાકનું વિતરણ, મેડિકલ સહાય અને અનાજ સહાય વગેરે જેવી પ્રવૃતિઓ સહરા યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. આગામી રવિવારે સંસ્થાનાં ૧૮માં વર્ષમાં મંગલપ્રવેશ નિમિતે વિવિધ સેવાકાર્યો હાથ ધરાશે. આ સેવા કાર્યો માટે રાજેશ સોમૈયા, પ્રજ્ઞેશ ઘુલીયા, યોગેશભાઈ શેઠ, કિરણ ચુડાસમા, પ્રફુલભાઈ દામાણી, પારસભાઈ મોદી, પ્રકાશભાઈ મોદી, મિલન જેઠવા, પ્રવિણભાઈ જેઠવા, ધ્રુવ ભુત, દિપેન રવાણી, ગુજરાતી દિવ્યેશ, ધેર્ય, દામાણી, ઉપેનભાઈ મોદી, રમેશભાઈ દોમડીયા, ભરતભાઈ બોરડીયા, અલ્કાબેન બોરડીયા, હિતેશભાઈ દોશી, હિમાંશુભાઈ, રાજુભાઈ મોદી, નિરવ સંઘવી, ભીખુભાઈ ભરવાડા, સમીર કામદાર, હિરેન કામદાર અને નિખીલ શાહ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.