ભાવનગરમાં આત્મહત્યાનો ચૌકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં સગીર બાળકો પણ પોતાની લાઈફ સ્ટાઈલને લઈ આત્મહત્યા કરવા લાગ્યા છે.આજના જ દિવસમાં ભાવનગરમાં બે હત્યાના બનાવ બન્યા હતા. જેમાં એક બનાવ ભાવનગર તો એક મહુવામાં બન્યો છે.
ભાવનગરમાં ધો-૯ની વિદ્યાર્થીનીએ આજ રોજ આપઘાત કરીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. જેમાંથી તમામ માતા-પિતાએ બોધ લેવા જેવો છે.આ સગીર વયની દીકરીનું નામ તમન્ના છે. ધોરણ-9માં અભ્યાસ કરી રહી હતી, બોરતળાવ આંબેડકર નગર પાસેના વિસ્તારમાં રહેતી હતી.
આ સગીરાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ સગીરાએ પોતાના હાથમાં બ્લેડ વડે ચેકા પાડી MY LIFE MY RULES હાથમાં લખ્યું હતું. સગીરાએ અગાઉ પણ હાથના કાંડા પર બ્લેડ વડે ચેકા માર્યાંના નિશાન પણ જોવા મળ્યાં હતાં હાલ બનાવવા અંગેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, જો કે ધોરણ-9ની વિદ્યાર્થીનીએ કરેલ આ આત્મહત્યા અંગે અનેક તર્કવિતર્કો ચાલી રહ્યા છે. સમગ્ર બનાવને લઇ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે