Vadodara : ‘સુરક્ષિત’ કહેવાતા ગુજરાતમાં રોજે રોજ દુષ્કર્મની ફરિયાદ સામે આવી રહી છે. ત્યારે હાલ નવરાત્રિ દરમિયાન જ વડોદરા, સુરત અને કચ્છમાં દુષ્કર્મની ઘટનાએ ચર્ચા ચગાવી છે. ત્યારે વડોદરાની વધુ એક સગીરા પર દુષ્કર્મ થયા અંગેની ફરિયાદ નોંધાઈ છે. તેમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી સગીરા પર વિધર્મી યુવાને દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન યુવાન કિશોરીને ગરબા ગ્રાઉન્ડ પર આવીને તેની સાથે ફોટા પડાવે તેવું પણ દબાણ કરતો હતો. ત્યારે હાલ માંજલપુર પોલીસે આ અંગેનો ગુનો દાખલ કરીને વાજીદશા દિવાન નામના આરોપીની ધરપકડ કરી છે. તેમજ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવતા સમયે સગીરા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.
આ દરમિયાન મળતી મગહીતી મુજબ, કિશોરીને 4 મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર મકરપુરામાં રહેતા 19 વર્ષના વાજીદશા દિવાન સાથે મિત્રતા થય હતી. ત્યારબાદ યુવાન કિશોરીને પ્રેમ સંબંધ બાંધવા માટે ધાકધમકી પણ આપતો હતો. આ યુવાને કિશોરી સાથે બળજબરીથી વાત કર્યાનો પ્રયાસ કર્યો હતો.
નવરાત્રિમાં પણ કિશોરીને ગરબા ગ્રાઉન્ડ પર મળવા બોલાવતો હતો. તેમજ તેટલું જ નહીં પરંતુ યુવાન કિશોરીને ગરબા ગ્રાઉન્ડ પર તેની સાથે ફોટા પડાવે તેમ પણ દબાણ કરતો હતો. જેથી કિશોરી કંટાળી હતી અને સંબંધ તોડવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ કિશોરીના ભાઈએ જ્યારે આ અંગે વાજીદને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેના ભાઈને પણ ધમકાવ્યો હતો.
આરોપીએ કિશોરીને એકવાર પોતાના મિત્રના ઘરે બોલાવી હતી. જ્યાં તેણે કિશોરી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આ અંગે કિશોરીના પરિવારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.