શહેરમાંથી અભિનેત્રી બનવા ઘરે ચિઠ્ઠી લખીને નિકળી ગયેલી સગીરાને માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે સૌરાષ્ટ્ર મેલમાં હોવાની સચોટ માહિતીના આધારે રેલવે પોલીસની મદદથી હસ્તગત કરી વાલી વારસને સોંપી માનવીય અભિગમ દાખવ્યો છે.વધુ વિગત મુજબ સગીરા ઘરેથી કોઈને કાંઈ કહ્યાં વગર પોતાને અભિનેત્રી બનવાનો શોખ હોય પોતાનું સપનું પૂરું કરવા ઘર છોડી જતી રહેલ હોવાની વિગતો લખેલ ત્રણ પેઈઝની ચીઠી ઘરે મુકી જતી રહેલ હોય જેથી સગીરાના પિતાએ માલવીયાનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા સદરહું બનાવ બાબતની ગંભીરત ધ્યાને લીધી હતી.
પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડ, ચોકી વાઇઝ, તથા બીટ વાઇઝ ટીમો બનાવી સગીર બાળાના ફોટો ગ્રાફ્સ તેમજ તેના ઘરેથી નીકળતી વખતે પહેરેલ કપડાના વર્ણન ઉપરથી, સી.સી.ટી.વી. કેમેરા, ટેકનીકલ સોર્સ, તથા અન્ય હ્યુમન સોર્સિસ મારફતે તેમજ રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ખાનગી ટ્રાવેલ્સની ઓફીસો વિગેરે સ્થળોએ તપાસ કરી સગીર બાળાને શોધી કાઢવા માટે વિસ્તારમાં સ્ટાફે રવાના કરતા સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. વી.કે.ઝાલા તથા પો.હેડ.કોન્સ. જયદિપસીંહ પરમારને સદરહુ બાળા રાજકોટથી મુંબઇ જતી સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાં હોવાની ચોકકસ માહીતી મળતા
આ ટ્રેનમાં પેટ્રોલીંગમા રહેલ રેલ્વે પોલીસને આ બાળાના ફોટા તથા વર્ણન વગેરે માહીતીનું વોટ્સઅપ દ્વારા આદાન-પ્રદાન કરી સતત લાઇવ સંપર્કમાં રહી આ બાળાની શોધખોળ કરવા જણાવેલ જે દરમ્યાન ટ્રેન વીરમગામ નજીક પહોંચતા જ રેલ્વે પોલીસને આ બાળા ટ્રેનમાં મળી આવતા તેઓએ સમજદારીપૂર્વક સુઝબુઝથી સમજાવી આ બાળાને વીરમગામ રેલ્વે સ્ટેશન ખાતે હસ્તગત કરી અત્રે અમોને જાણ કરતા સગીરાના પિતા તથા પરીવારના અન્ય સભ્યો સાથે અત્રેથી પોલીસને વીરમગામ રેલવે પોલીસ સ્ટેશન ખાતે મોકલી
આ સગીરાને હસ્તગત કરી માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે લાવી તેના વાલીની હાજરીમાં સગીરાની પુછપરછ કરતા તેના માનસ પર ટી.વી.સીરીયલો અને ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝની થયેલ અસરથી અંજાઇ જઇ પોતે મુંબઇ જવા માટે ઉપરોકત પગલુ ભરેલનું જણાવેલું હતું.માલવીયાનગર પોલીસ સ્ટેશનની સમગ્ર ટીમ દ્વારા બનાવને ખુબજ ગંભીરતાથી લઇ આ સગીરા અસામાજીક તત્ત્વોના હાથમા પડે તે પહેલા જ શોધી લઇ તેઓના વાલીવારસને હેમખેમ સોંપી દઇ કોઇ અઘટીત બનાવ બનતો અટકાવેલ છે.આ કામગીરી કરનાર પો.ઈન્સ. કે.એન.ભુકણ, પો.સબ. ઈન્સ. વી.કે.ઝાલા, પો.હેડ.કોન્સ. મસરીભાઈ ભેટારીયા, જયદીપસિંહ પરમાર અને પો.કોન્સ. ભાવેશભાઈ ગઢવીએ બજાવી હતી.