સાંજે સંથારાના પચ્ચખાણ લીધા, રાત્રે સંથારો સીજયો

ગોંડલ સંપ્રદાયના સાઘ્વી રત્ના પૂ. હર્ષિદાજી મહાસતિજી સંથારા સમિત સમાધિ ભાવે તા. રપની રાત્રે ૯.૦૧ કલાકે કાળધર્મ પામ્યા હતા સવારે ૯.૦૦ કલાકે પાલખી યાત્રા નીકળી હતી.

પૂ.હર્ષિદાજી મહાસતિની જીવન ઝાંખી

DSC 0827

૬૫ વષેની ઉંમર, ૩૭ વષેનો સંયમ પર્યાય. સૌરાષ્ટ્રના કાલાવડ (શીતલા)ની પાવન ભૂમિ ઉપરતા.૧૦/૫/૫૫ ના તેઓએ ધમે પરાયણ પિતા ભગવાનજીભાઈ અને ધમે વત્સલા રત્નકુક્ષિણી માતુશ્રી કાન્તાબેનની કૂખે વોરા પરિવારના ખોરડે તેઓનો જન્મ થયો. પરિવારજનોએ આવનાર બાળકીનું નામ હર્ષિદા રાખ્યું. ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો કુલ સાત ભાઈ – બહેનોના પરિવારમાં તેઓનો ઉછેર થયો.જામનગર સ્થિત જવાહરભાઈ મણીલાલ મહેતા તેઓનું મોસાળ.

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે કાલાવડ ગામ જ એવું છે કે પ્રત્યેક જૈન પરિવાર ધર્મથી ભાવિત અને પ્રભાવિત થાય છે.આ ભૂમિ ઉપરથી અનેક આત્માઓ દીક્ષિત થયા છે.કુમારી હર્ષિદાને જૈનશાળામાં નિયમિત જવાનું. ધર્મ અભ્યાસમાં પણ સૌથી આગળ હોય.કાલાવડ સંઘના ઉત્સાહિ પ્રમુખ પ્રફુલભાઈ મહેતાના પ્રમુખ સ્થાને તા.૧૫/૫/૧૯૮૩ ના શુભ દિને ૨૮ વર્ષની વયે કાલાવડની ધન્ય ધરા પર ગોંડલ સંપ્રદાયના જશ પરિવારના સાધ્વીરત્ના શાસન રત્ના સ્વ.પૂ.નમેદાબાઈ મ.સ.ના શ્રી મુખેથી કરેમિ ભંતેનો પાઠ ભણી  સંયમ ધમેનો સ્વીકાર કર્યો.

પૂ.વખતબાઈ મ.સ.ના સુશિષ્યા સાધ્વીરત્ના પૂ. હંસાબાઈ મ.સ.ના સુશિષ્યા જાહેર થયા.શાસનચંદ્રિકા ગુરુણી મૈયા પૂ.હીરાબાઈ મ.સ.ના આજ્ઞાનુવર્તી સાધ્વી રત્ના પૂ.વિશાખાજી મ.સ.એવમ. પૂ.હર્ષિદાજી મ.સ.એ સૌરાષ્ટ્ર, હાલાર-જામનગર, ઓખા, દ્રારકા વગેરે ક્ષેત્રોમાં જિનાજ્ઞા મુજબ વિચરણ કર્યું.

અત્રે નોંધનીય છે કે સાધ્વીરત્ના પૂ.હર્ષિદાજી મ.સ.ના સંયમજીવનમાં પરમ શ્રધ્ધેય પૂ.ગુરુદેવ શ્રી ધીરજમુનિ મ.સા.અનેક રીતે સહાયરૂપ બન્યા. ગોંડલ સંપ્રદાયના ગાદીના ગામ ગોંડલમાં સાધ્વી રત્ના પૂ.દયાબાઈ મ.સ.આદિ સતિવૃંદ સાથે કરેલું ચાતુર્માસ પૂ.હર્ષિદાજી માટે અવિસ્મરણીય રહ્યું.ગત ચાતુર્માસ રાજકોટ જૈનચાલ સંઘમાં હતું. ચૈત્રમાસની આયંબિલ ઓળીની આરાધના પણ જૈન ચાલ સંઘમાં કરેલ.સંઘ પ્રમુખ પરેશભાઈ સંઘાણી આદિ સેવાભાવી કાયેકરોએ અજોડ સેવા – વૈયાવચ્ચનો લાભ લીધેલ.ઈ.સ.૨૦૨૦ નું ચાતુર્માસ રાજકોટ જંકશન પ્લોટ ઉપાશ્રયમાં વ્યતિત કરી રહ્યાં છે.સંઘ સેવકો હિતેનભાઈ મહેતા,કમલેશભાઈ કોઠારી વગેરે સેવામાં ખડેપગે હાજર હોય છે.ગોંડલ સંઘ પ્રમુખ પ્રવિણભાઇ કોઠારી,મોટા સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશી,રોયલપાકે સંઘ પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ,ઈન્દ્રપ્રસ્થનગર સંઘના જયશ્રીબેન શાહ,જામનગર સંઘ પ્રમુખ પંકજભાઈ શાહ વગેરે અગ્રણીઓ અવાર – નવાર પૂ.હર્ષિદાજી મ.સ.ના દશેનાર્થે આવી આરોગ્યની પૃચ્છા કરતા હતા. સેવાભાવી ડો. મનીષભાઈ મહેતા, ડો.ચેતન પટેલ તથા ડો. કેતનભાઈ મહેતાની સેવા પ્રશંસનીય રહી છે.

સાધ્વી રત્ના પૂ.હર્ષિદાજી મ.સ.અસહ્ય વેદના વચ્ચે પણ તેઓનો સમાધિભાવ અજબગજબ નો છે. નિશ્રાદાતા પૂ.વિશાખાજી મ.સ.પણ અગ્લાન ભાવે સેવા – વૈયાવચ્ચમાં  સતત રત રહેતા.

તા.૨૫ના  સાંજે ૪:૨૩ કલાકે રાજકોટ મોટા સંઘ સંચાલિત જંકશન પ્લોટ ઉપાશ્રય ખાતે પૂ.વિશાખાજી મ.સ.એ પૂ.હર્ષિદાજી મ.સ.ને સંથારા – અનશન વ્રતના પચ્ચખાણ અંગીકાર કરાવ્યા હતા. તેમ મોટા સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશીએ જણાવ્યું હતું. ગોંડલ સંપ્રદાયના અનશન આરાધક સાધ્વી રત્ના પૂ.હર્ષિદાજી મ.સ.નો સંથારો  ૨૫ ના રાત્રે ૯:૦૧ કલાકે નમસ્કાર મહામંત્રના સ્મરણ સાથે સીજી ગયેલો હતો.

દેવલોકગમન આત્માની પાલખી યાત્રા  સવારે ૯:૦૦ કલાકે  જંકશન પ્લોટ ઉપાશ્રયેથી જય જય નંદા,જય જય ભદાના જયનાદ સાથે સરકારી

ગાઈડ લાઈનના પાલન સાથે મયોદિત ભાવિકો સાથે રામનાથ પરા મુક્તિ ધામ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

જૈન અગ્રણીઓએ સંસ્મરણો યાદ કર્યા

DSC 0866

ગોંડલ સંઘ પ્રમુખ પ્રવીણભાઇ કોઠારી તથા રોયલ પાર્ક સંઘ પ્રમુખ ચંદ્રકાંતભાઇ શેઠે હર્ષિદાજી મહાસતિજીના સંસ્મરણો યાદ કરતા જણાવ્યું હતું કે મહાસતિજીના ૩૮ વર્ષના દિક્ષા પર્યત જૈન સમાજને તેમની વિવિધ પ્રેરણા મળી છે. તેમના ઘણા ધાર્મિક કાર્યોનો લાભ મળ્યો છે તેમના કાર્યો સમાજને હંમેશા યાદ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.