૧૦ વર્ષની હતી ત્યાં સુધી દુષ્કર્મ આચરતો હતો, તંગ આવેલી પુત્રીએ ફરીયાદ નોંધાવી

લાલપુરમાં  રહેતા એક અન્ય જિલ્લાના પરિવારની હાલમાં પુખ્ત બની ચૂકેલી યુવતીએ લાલપુર પોલીસ સ્ટેશનમાં પોતાના જ પિતા વિરૃદ્ધ વર્ષો સુધી દુષ્કર્મ ગુજાર્યાની ચોંકાવનારી ફરિયાદ નોંધાવી છે.અત્યંત કરૃણ હાલતમાં પોલીસ સ્ટેશન આવેલી આ યુવતીએ પીએસઆઈ જે.બી. ખાંભલા સમક્ષ વર્ણવેલી વિતક મુજબ આ યુવતી જ્યારે દોઢેક વર્ષની હતી ત્યારે તેણીની માતા સાથે તેના પિતાએ છૂટાછેડા મેળવ્યા પછી પરપ્રાંતની એક યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા જેનાથી તેને બે બાળકો પણ પ્રાપ્ત થયા છે. આ બાળકી એટલે કે હાલની ભોગ બનનાર યુવતી જ્યારે દસ વર્ષની હતી ત્યારથી તેણીનો પિતા પોતાનું મ્હો કાળું કરતો આવ્યો હતો. પોતાની જ પુત્રીને દુષ્કર્મનો ભોગ બનાવનાર આ શખ્સે તેણીના અન્ય જિલ્લાના એક ગામના યુવક સાથે લગ્ન થયા પછી પણ જંપ લીધો ન હતો. પોતાની સગી પુત્રીને વાસનાનો ભોગ બનાવતો આ શખ્સ પુત્રીના લગ્નજીવનને તોડાવવા માટે સક્રિય થયા પછી સફળ પણ થયો હતો. આ યુવતીના તે સ્થળેથી છૂટાછેડા થઈ ગયા પછી પણ ફરિયાદની આગલી રાત્રે પણ આ શખ્સે પુત્રી સાથે મ્હો કાળુ કર્યું હતું, વર્ષોથી પાશવી દુષ્કર્મનો ભોગ બનતી આ યુવતીએ કંટાળીને આખરે પોલીસનો આશરો લીધો છે. પીએસઆઈ જે.બી. ખાંભલાએ આઈપીસી ૩૭૬ તેમજ પોકસો એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધી આ બનાવથી જિલ્લા પોલીસવડા સિંઘલને વાકેફ કર્યા છે. આ બનાવે  ભારે ચકચાર પ્રસરાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.