ગણેશ વિસર્જન વેળા મ્યુઝીકલ પાર્ટીના કલાકારે ૧૪ વર્ષની કિશોરીને પ્રેમઝાળમાં ફસાવી દુષ્કર્મ આચાર્યુ તું
શહેરમાં રહેતી ૧૪ વર્ષની સગીરાને પ્રેમ સંબંધમાં ભોળવી દુષ્કર્મ આચરવાના ગુનાનો કેસ સ્પ્રે. પ્રોકસો કોર્ટમાં ચાલી જતાં ન્યાયધીશે મ્યુઝીકલ પાર્ટીના કલાકરને ૧૦ વર્ષની સજા અને રૂ ૧૫ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
વધુમાં શહેરમાં ગણેશ વિસર્જન વેળાએ ૧૪ વર્ષની સગીરા સાથે ડી.જે.ના કલાકાર અને બેડશ્વરા વિસ્તારમાં ગંગેશ્ર્વર મહાદેવ પાસે રહેતા હેમલ ભરતગીરી ગૌસ્વામીએ પરિચય કેળવી પ્રેમ સંબંધ બાંધી અવાર નવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની મહીલા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
પોલીસે હેમલ ભરતગીરી ગૌસ્વામીની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા કોર્ટમાં ચાર્જશીટ રજુ થતા બન્ને પક્ષોની રજુઆત કરવામાં આવી હતી જેમાં સરકાર પક્ષની દલીલ
કાયદાના પ્રબંધો મુજબ ર૦ અઠવાડીયાથી ઓછા સમયનો ગર્ભ હોય તો ગર્ભપાત કરાવવો માન્ય છે આ રીતે ભોગ બનનારે પોતાની નાની ઉમરને ઘ્યાનમાં લઇ ગર્ભપાત કરાવેલ જેના ભૃણ સેમ્પલ લઇ આરોપીના લોહીના નમુના સાથે સરખામણી કરા ડી.એન.એ. પરીક્ષણ મુજબ આ ભૃણનો પિતા આરોપી હેમલ ભરતગીરી ગૌસ્વામી હોવાનૂં જણાયેલ.
ત્યારે આ કેસ સ્પષ્ટપણે બળાતકરનો જ થાય છે. ફરીયાદ અને જુબાનીના વિરોધાભાષ બાબતે સરકાર તરફે રજુઆત કરવામાં આવેલી હતી.
આ તમામ રજુઆત ઘ્યાનમાં લઇ પોકસો કોર્ટના સ્પેશ્યલ જજ એમ.એમ.બાબી આરોપી હેમલ ગૌસ્વામી પોકસો કલમ હેઠળ તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખત કેદની સજા તેમજ રૂ પંદર હજારનો દંડ ફરમાવેલો છે.આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઇ વોરા રોકાયેલા હતા.