ત્રંબાના ત્રિવેણી સંગમમાં ઋષિ પાંચમનું સ્નાન કરતી મહિલાઓ
આજના દિવસે સામો અને ફળાહાર કરવો ઉપવાસનો સંકલ્પ કરી બ્રાહ્મણને દાન-દક્ષિણા આપવી
ભાદરવા સુદ પાંચમ એટલે ઋષિપંચમી તેનું એક નામ સામાપાંચમ પણ છે. આ દિવસે મહિલાઓ ઉપવાસ કરે છે અને નદીએ ન્હાવા જાય છે. તથા સપ્તર્ષીનું પૂજન કરે છે. સવારે વહેલા ઉઠી પંચગવ્ય એટલે કે ગાયનુ દૂધ, ગાયનું દહી, ગૌમૂત્ર, ઘી તથા છાણ સહેજ લઈ મોંમા મૂકવા તેમ કરવાથી મન તથા શરીર પવિત્ર થાય છે. કેમકે ગાયના શરીમાં ૩૩ કરોડ દેવી દેવતા રહે છે. તે પછી સંકલ્પ લેવો. તેમાં કહેવું કે જ્ઞાનથી અથવા અજ્ઞાનથી રજસ્વલા અવસ્થામાં કરેલા સ્પર્શનો દોષ દૂર કરવા માટે અને અરૂધતી સહિત કશ્યપ વગેરે સાત ઋષીને પ્રસન્ન કરવા માટે હુ સપ્તર્ષિનું પૂજન કરૂ છું. ત્યારબાદ શ્રધ્ધાથી પૂજન અર્ચન કરી આરતી કરવી.
આ વ્રત સર્વ વ્રતોમાં ઉતમ તથા પાપનો નાશ કરનારૂ છે આ વ્રત કરવાથી નરકમા જવું પડતુ નથી.
વ્રતની કથા એવી છે કે પૌરાણિક સમયમાં વૃક્ષાસુર નામના રાક્ષસને મારવાથી દેવરાજ ઈન્દ્રને બ્રહ્મહત્યાનું ભયંકર પાપ વળગ્યું તે પાપને કારણે દેવરાજનો વર્ણ કાળો પડવા લાગ્યો બ્રહ્મહત્યા બહુ ભયંકર છે.
આ અંગે વધુ જણાવતા શાસ્ત્રી રાજદીપ જોષીએ કહ્યું કે, આ દિવસે સામો ખાઓ અને ફળનો આહાર કરવો અને ઈષ્ટદેવ સામે ઘીનો દિવો કરવો, પાત્રમાં સોપારી પધરાવી ચોખા ચઢાવતા સાત ઋષિઓના નામ લેવા જેમાં વસિષ્ઠ, અત્રી, ભારદ્વાજ, કશ્યપન, જમદઅગ્નિ, ગૌતમ અને વિશ્ર્વામિત્ર તેમજ અરૂધતીનો પણ સમાવેશ થાયછે.
આ ઉપરાંત જો નદીએ ન્હાવાની અનુકુળતા હોય તો નદીએ સ્નાન કરતા કરતા આ સાતેય ઋષિના નામ લેવા જેના કારણે સ્ત્રીઓ દ્વારા રજસ્વલા દરમિયાન જાણે અજાણે થયેલા પાપમાંથી મૂકિત મળે છે. આ સાથે જ ઋષિ પાંચમનો ઉપવાસ અને સંકલ્પ કરી બીજા દિવસે એટલ કે છઠ્ઠના દિવસે પારણા કરવામાં આવે છે. અને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપની સંકલ્પ મુકત થવાય છે.
ત્રંબકેશ્ર્વર મહાદેવના મહંત પરમેશ્ર્વર પૂરીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે
ત્રંબકેશ્ર્વર મહાદેવની સ્થાપના પાંડવોએ કરી હતી ખાસ તો ભાદરવા મહિનાની આ પાંચમ એટલે ઋષિપાંચમે ત્રિવેણી સંગમનું સ્નાન કરવામાં આવે છે. કારણ કે ત્રિવેણી સંગમમાં સ્થાન કરવાથી મોક્ષ મળી જાય છે. ઉપરાંત પાંડવો ઋષિ પાંચમમાં ત્રંબા રોકાયા હતા ત્યારે તેમણે ગુપ્ત ગંગા નામની નદી શરૂ કરેલી. અલ્હાબાદ ત્રિવેણી સંગમ સ્નાનનું જે મહત્વ છે. તેટલું જક ત્રંબા ત્રિવેણી સંગમનું મહત્વ છે. ઉપરાંત સવારે ચાર વાગ્યે ગુપ્ત ગંગા જેટલામાં છે. તેટલામાં સવારે ગરમ પાણી હોય છે. અને બીજી જગ્યાએ ઠંડુ પાણી હોય છે.
ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે,
ત્રંબા ત્રિવેણી સંગમ એટલે ગાંધીજીના પત્ની કસ્તુરબા ધામમાં વર્ષોથી પરંપરા મુજબ કનૈયા મિત્ર મંડળ અને ત્રંબા ગામના બધા ગ્રામવાસીઓ દ્વારા આજના દિવસે લાખોની સંખ્યામાં બહેનો સ્નાન કરવા આવતા હોય છે. ત્યારે તે બહેનોને ફરાળ કરાવવામાં આવે છે. જેમાં આજુબાજુનાં ગામમનાં અને રાજકોટ સીટીનો બહેન લાભ લેતા હોય છે.