- કૃતિ ઓનેલા ગ્રુપના ભાગીદાર ટી.ડી. પટેલના આક્ષેપથી ખળભળાટ
- તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાના કારનામા અંગે સીએમને પણ પત્ર લખ્યો હોવાનો દાવો કર્યો
ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં મુખ્ય બેજવાબદાર અને સસ્પેન્ડેડ કોર્પોરેશનના તત્કાલીન ટીપીઓ મનસુખભાઈ સાગઠીયા સામે વધુ એક ધગધગતો આક્ષેપ કરવામાં આવ્યો છે. કૃતિ ઓનેલા ગ્રુપના ભાગીદાર ડી.બી.પટેલે આક્ષેપ કર્યો છે.
આજે તેઓએ મીડિયા સમક્ષ એવો દાવો કર્યો હતો કે પૂર્વે ટીપીઓ એમ.ડી.સાગઠીયાએ કૃતિ ઑનેલા બિલ્ડીંગમાં બાંધકામમાં માર્જિનની જગ્યા ન છોડવાના નિયમનું પાલન ન કરવા એક કરોડ રૂપિયાની માગણી કરી હતી. અમારા એક ભાગીદાર દ્વારા 80 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
કોઈપણ નવા બનતા બિલ્ડીંગના નિર્માણ સમયે રોડની સાઈઝ મુજબ માર્જિન પાર્કિંગની જગ્યા છોડવી પડે છે.150 ફૂટ રીંગ રોડ પર કૃતિ ઓનેલાંના ભાગીદારો એ માર્જિન પર્કિંગના નિયમના પાલન કર્યા વિના બિલ્ડીંગ બનાવવાનો પ્લાન મુક્યો હતો. જેમાં આ નિયમનું પાલન ન કરવા સાગઠીયા દ્વારા એક કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનું આક્ષેપ કરાયો છે.બાંધછોડના અંતે છેલ્લે ભાગીદારોએ 80 લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ કરી હતી.
એમ. ડી.સાગઠિયાની માનસિકતા મુખ્યમંત્રી કરતા પણ વધુ રોફ જમાવતી જોવા મળી હતી. અમારી ફાઇલ ટેબલ ઉપરથી ઘા કરી દીધી હતી.તેઓની પાસે રૂ.500 થી 1000 કરોડ સુધીની તેની મિલકત હોઈ શકે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો પત્ર રાજ્ય સરકારને લખ્યો હતો.
જેરામ એચ કુંડારિયા જે પીજીવીએલમાં ઈજનેર હતા. અને રાજીનામું આપી બિલ્ડરો સાથે સેટિંગ કરતા હતા.જેરામ કુંડારીયા સાગઠિયાનો મુખ્ય વહીવટદાર હોવાનો આક્ષેપ કર્યો છે.તે મૂળ મોરબીનો છે અને મહાકાય બિલ્ડીંગો બનાવવામાં વહીવટો કરતો હતો.બિલ્ડીંગ બનાવવા માટે 40 ટકા જમીન માર્જિન મૂકવું જોઈએ તે ન મુકવાના સાગઠિયાએ રૂપિયા લીધા હતા.
તેઓએ ઉમેર્યું હતુ કે,કૃતિ ઓનેલામાં હું 30 ટકાનો ભાગીદાર છું. મારા રૂપિયા રોકાયેલા છે. તત્કાલીન ટીપીઓ સામે ભ્રષ્ટાચારનો વધુ એકઆક્ષેપ થતા ફરી વાંચી જવા પામેલ છે.