- મત્સ્યોદ્યોગ માટે ગુજરાત સરકારે બજેટમાં રૂ. 1300 કરોડની માતબર રકમ ફાળવી: કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના હસ્તે ‘સાગર પરિક્રમા’ પુસ્તક અને વીડિયોનું વિમોચન
- ડીપ-સી ફિશિંગ, કેજ કલ્ચર પ્રોસેસિંગ અને અન્ય અનેક યોજનાઓમાં સબસિડી સ્વરૂપે માછીમારોને મળતી સહાયના કારણે મત્સ્ય ઉત્પાદન વધ્યું
કેન્દ્ર સરકારના મત્સ્ય, પશુપાલન અને ડેરી ઉદ્યોગમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ આજે રાજકોટમાં “સાગર પરિક્રમા પુસ્તક તથા વીડિયો” લોન્ચ કર્યો હતો. અને દેશના વિવિધ રાજયોના દરિયામાં 7986 કિલોમીટરની પોતે કરેલી ‘સાગર પરિક્રમા’ની ફલશ્રુતિ વર્ણવી હતી.
રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, કેન્દ્રના મત્સ્ય અને પશુપાલન મંત્રાલયના અધિકારીઓ, કોસ્ટ ગાર્ડ તેમજ અન્યોના સહયોગ અને જહેમતથી આ સાગર પરિક્રમા સંપન્ન થઈ છે. જે દરમિયાન દેશના દરિયાકાંઠા વિસ્તારોમાં રહેતા માછીમારોની મુશ્કેલી જાણવા મળી છે. આ ‘સાગર પરિક્રમા’ એ ફિશરીઝ મંત્રાલયને જમીન પર ઉતારવાનો ઉપક્રમ હતો. 44 દિવસની આ યાત્રામાં તમામ રાજ્ય સરકારો, માછીમાર એસોસિએશન તેમજ સમુદાયનો અભૂતપૂર્વ સહકાર મળ્યો છે. આ માટે તેમણે સૌને અભિનંદન પાઠવ્યા હતા તથા તમામનો ઋણ સ્વીકાર કર્યો હતો.
પરિક્રમા દરમિયાન થયેલા વિવિધ અનુભવોનો ઉલ્લેખ કરતાં મંત્રી રૂપાલાએ કહ્યું હતું કે, અનેક જગ્યાઓએ માછીમારોની સમસ્યાઓનો સ્થળ પર જ નિકાલ લાવવામાં આવ્યો છે. તથા કેન્દ્ર સરકારે માછીમારોના કલ્યાણ અને ઉત્કર્ષ માટે અમલી બનાવેલી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ વગેરેની માહિતી દેશના તમામ માછીમાર સમુદાયો અને એસોસિએશન સુધી પહોંચાડવા અધિકારીઓને સૂચના પણ આપી છે.
આ તકે રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો કે, દેશને 2047 સુધીમાં વિકસિત બનાવવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ કર્યો છે, ત્યારે 21મી સદીમાં બ્લૂ રિવોલ્યૂશન ખૂબ મહત્વનું છે. આ આ દિશામાં કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ ‘સાગર પરિક્રમા’ થકી ભગીરથ પુરુષાર્થ કર્યો છે. ગુજરાત સરકારે આ વર્ષના બજેટમાં મત્સ્યોદ્યોગ માટે રૂ. 1300 કરોડની માતબર રકમની જોગવાઈ કરી છે. તથા ડીપ-સી ફિશિંગ, કેજ કલ્ચર પ્રોસેસિંગ અને અન્ય અનેક યોજનાઓમાં સબસિડી સ્વરૂપે માછીમારોને મળતી સહાયના કારણે મત્સ્ય ઉત્પાદન વધ્યું છે.
આ તકે હિન્દુ ધર્મ આચાર્ય સભાના મહાસચિવ સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ કહ્યું હતું કે, કુદરતની રચનામાં સર્વત્ર સર્વગ્રાહી વિકાસ હોય છે. આ જ બાબત દેશને લાગુ પડે છે. એક સમય હતો કે, એક ઈન્ડિયામાં બે ઈન્ડિયા હતા. એક શહેરી વિસ્તાર, જેના મૂલ્યો, જીવનશૈલી અલગ હતા અને વિકાસ શહેર કેન્દ્રી હતો. જ્યારે એક ભાગ એવો હતો કે, જ્યાં વિકાસ નહોતો પહોંચતો. છેલ્લા 10 વર્ષથી દેશ અને સમાજના પ્રત્યેક અંગનો વિકાસ
આ તકે કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન મંત્રાલયના સચિવ અભિલક્ષ લેખીએ ઓનલાઈન પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જ્યારે નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડના એક્ઝિક્યુટિવ ડો. એલ.એન. મૂર્તિએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના પત્ની સવિતાબહેન રૂપાલા, સાંસદ મોહનભાઈ કુંડારિયા અને રામભાઈ મોકરિયા, રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ પ્રવીણાબહેન રંગાણી, ધારાસભ્યો સર્વ ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબહેન શાહ, રમેશભાઇ ટીલાળા, કંચનબેન રાદડીયા, જિલ્લા કલેકટર પ્રભવ જોશી, અગ્રણી ડો.ભરત બોઘરા, ભરત પંડ્યા, મુકેશભાઈ દોશી, માછીમાર અગ્રણી વેલજીભાઈ મસાણી, માછીમાર સમુદાયના લોકો, અગ્રણીઓ તેમજ દેશના વિવિધ સાગરકાંઠા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માછીમારો ઓનલાઈન જોડાયા હતા.
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કહ્યું હતું કે, પહેલી વાર એવું બન્યું છે કે, કોઈ મંત્રીએ દેશના કુલ 8118 કિલોમીટરના દરિયાઈ માર્ગમાંથી 7986 કિલોમીટરની સાગર પરિક્રમા કરી છે. ગરીબોના ઉદ્ધારના સિદ્ધાંત સાથે શરૂ કરાયેલી આ ‘સાગર પરિક્રમા’ સૌ માટે પ્રેરણારૂપ છે.
આ તકે હિન્દુ ધર્મ આચાર્ય સભાના મહાસચિવ સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ કહ્યું હતું કે, કુદરતની રચનામાં સર્વત્ર સર્વગ્રાહી વિકાસ હોય છે. આ જ બાબત દેશને લાગુ પડે છે. એક સમય હતો કે, એક ઈન્ડિયામાં બે ઈન્ડિયા હતા. એક શહેરી વિસ્તાર, જેના મૂલ્યો, જીવનશૈલી અલગ હતા અને વિકાસ શહેર કેન્દ્રી હતો. જ્યારે એક ભાગ એવો હતો કે, જ્યાં વિકાસ નહોતો પહોંચતો. છેલ્લા 10 વર્ષથી દેશ અને સમાજના પ્રત્યેક અંગનો વિકાસ કરવાની દરકાર વર્તમાન કેન્દ્ર સરકાર કરે છે.
જાણીતા લેખક જય વસાવડાએ કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં દશાવતારની શરૂઆત મત્સ્ય અવતારથી થઈ હતી. જ્યારે જીવ ઉત્ક્રાંતિમાં પ્રથમ જીવનો ઉદભવ પણ સમુદ્રમાં થયો હતો. દશાવતારમાં પણ ઉત્ક્રાંતિની આ ધારા જોવા મળે છે. ગીતમાં કહ્યું છે કે, કર્મ અને જ્ઞાન એ તમારી ભક્તિ છે અને જ્ઞાનકર્મની ભક્તિરૂપે જ ‘સાગર પરિક્રમા’ પુસ્તક મળ્યું છે. આપણા જાણીતા લેખકો ગુણવંતરાય આચાર્યએ સાગરની સાહસકથાઓ અને ઝવેરચંદ મેઘાણીએ સાગરકાંઠાના લોકગીતો લખ્યા છે. હવે આપણે ગર્વથી કહી શકીએ કે, આપણી પાસે એક એવા ગુજરાતી નેતા છે, જેમણે આખા દેશના સાગરની પરિક્રમા પૂર્ણ કરી છે. આ પરિક્રમા થકી દેશના સાગરકાંઠે વસતા નાગરિકો દેશની સાથે જોડાશે, એ આ યાત્રાનો પરિપાક છે.