જયરાજસિહનો જાદુ ચાલ્યો

ગોંડલ બેઠક પર જયરાજસિહ જાડેજા તથા રીબડા જુથ વચ્ચે નો ગજગ્રાહ ચરમસીમા પર પહોચ્યો હતો.કયારે શું બને તે કહેવુ મુશ્કેલ બન્યુ હતુ. ચુંટણી ના છેલ્લા દિવસો કટોકટી ભર્યા બન્યા હોય જીત ના દાવા અંગે રાજકીય પંડીતો પણ માથુ ખંજવાળતા હતા.પરંતુ પ્રજા એ વિવાદ ને બદલે વિકાસ ને મહત્વ આપ્યુ હોય તેમ ભાજપ ના ગીતાબા જાડેજાએ 43,313 ની સન્માનિય લીડ થી વિજય હાંસલ કર્યો છે.

ગોંડલ વિધાનસભા ની ચુંટણીઓ મા આજ સુધીની સૌથી મોટી લીડ બનવા પામી હોય ઇતિહાસ સર્જાયો છે.તાલુકા ના જે ગામડાંઓ મા ભાજપ ને હમેંશા મત ની નુકશાની રહેતી આવી છે તેવા ગામડાંઓ મા ભાજપ ની લીડ નિકળી છે.ભાજપ પ્રવક્તા અલ્પેશભાઈ ઢોલરીયા ના જણાવ્યા મુજબ રીબડા પટ્ટી માં પણ ભાજપ ને અંદાજે દશ હજાર ની લીડ મળી છે.આમ ગોંડલ પંથક મા જયરાજસિહ જાડેજા નો પ્રભાવ બરકરાર રહેવા પામ્યો છે.

કુલ મતદાન 1,42,670 પૈકી ગીતાબા ને 86,062 કોંગ્રેસ ના યતિષભાઈ દેસાઈ ને 42741 તથા આપ ના નિમિષાબેન ખુંટ ને 12786 મત મળ્યા છે.નોટા મા 2136 મત પડ્યા છે. અપક્ષ મુકેશભાઈ વરધાની ને માત્ર 609 મત મળ્યા છે.

મતગણતરી ના પ્રથમ રાઉન્ડ થીજ ભાજપ ના ગીતાબા આગળ હોય ગોંડલ મા દિવાળી નો માહોલ સર્જાયો હતો.સમર્થકો દ્વારા શહેરભર મા ઠેરઠેર ફટાકડા ફોડી વિજય ને વધાવાયો હતો. સવાર થીજ ગીતાબા ના નિવાસસ્થાને કાયઁકર્તાઓ ની ભીડ જામી હતી.

પુના,મુંબઈ, નાશિક થી બોલાવાયેલી બેન્ડ પાર્ટી ના તાલે લોકોએ ગીતાબા ના વિજય ને વધાવ્યો હતો.રાજકોટ મતગણતરી માથી ગોંડલ પરત ફરેલા જયરાજસિહ જાડેજા,ગીતાબા તથા ગણેશભાઈ  આશાપુરા માતા તથા અક્ષરમંદિરે માથુ ટેકવી નિવાસસ્થાને પહોંચ્યા હતા.બાદ મા ખુલ્લી જીપો, ગાડીઓ અને બાઇક ના કાફલા સાથે વિજય સરઘસ નિકળ્યુ હતુ. જેમા ગીતાબા, જયરાજસિહ તથા ગણેશભાઈ એ લોકોનુ અભિવાદન જીલ્યુ હતુ.

ગોંડલ: ભાજપની પ્રચંડ જીતમાં યુવા ત્રિપુટી નુ નેટવર્ક સફળ

ચર્ચા મા રહેલી ગોંડલ બેઠક પર ભાજપ ના ગીતાબા જાડેજા ના તોતિંગ વિજય માં ભાજપ મોવડી અને પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા ના અંગત ગણાતા પ્રફુલભાઈ ટોળીયા,અલ્પેશભાઈ ઢોલરીયા અને અશોકભાઈ પિપળીયા ની ત્રિપુટી નુ માઇક્રો પ્લાનિંગ નેટવર્ક મહત્વ રુપ સાબીત બન્યુ છે.ભાજપ ની ટીકીટ થી લઈ પ્રચાર અને છેલ્લે મતદાન સુધી આ ત્રિપુટી એ દાખવેલી દુરંદેશી તથા જહેમતે ભાજપ ની લીડ ને આસાન બનાવી હતી.કાયઁકરો ને માગઁદશઁન થી લઈ બુથ લેવલ ની કામગીરી મા પ્રફુલભાઈ ટોળીયા,અલ્પેશભાઈ ઢોલરીયા તથા અશોકભાઈ પીપળીયા એ અસરકારક રાજનીતી દાખવી હતી જે સફળ પુરવાર થઈ છે.

ગોંડલમા સરકારી તંત્ર એ ભાજપને જીતાડ્યુ છે.કોંગ્રેસના યતિષભાઈ દેસાઈનો આક્ષેપ

ગોંડલ બેઠક પર ચુંટણી હારી ગયેલા કોંગ્રેસ ના ઉમેદવાર યતિષભાઈ દેસાઈ એ સરકારી તંત્ર પર આક્ષેપ કરી કહ્યુ કે લોકોએ તો કોંગ્રેસ ને મત આપ્યા છે.પણ તંત્ર દ્વારા ભાજપ નુ કામ કરાયુ હોય ઇવીએમ ને કારણે અમારી હાર થઇ છે.તેમણે કહ્યુ કે આઠ મશીન બગડેલા હતા અને બે મશીન મા થી ઓછા મત નિકળ્યા છે.તંત્ર દ્વારા ભાજપ ને જીતાડવા પુરતી મદદ કરાઇ છે.ભાજપ ને મળેલી તોતિંગ લીડ અંગે યતિષભાઈ એ આશ્ર્ચર્ય વ્યક્ત કરી કહ્યુ કે આ કોઈ કાળે શક્ય નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.