મોડાસાના પુર્વ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નારણભાઇ પટેલ પણ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
અબતક રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમીતભાઇ શાહની વિકાસલક્ષી અને રાષ્ટ્રીયનીતીની વિચારધારાથી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વિકાસલક્ષી કાર્યશૈલીથી પ્રેરાઇ અમદાવા શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા દિનેશભાઇ શર્મા અને સાબરકાંઠા (મોડાસા)ના પુર્વ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નારણભાઇ પટેલ તેમના સમર્થકો સાથે આજે ગુજરાત પ્રદેશના અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના વરદ હસ્તે ખેસ પહેરી વિઘિવત રીતે ભાજપમાં જોડાયા તેમની સાથે અમદાવાદ શહેર સમિતિના હોદેદારો,યુથ કોંગ્રેસના પ્રમુખ વિવિધ સેલના મહામંત્રી અને પ્રમુખ,એનએસયુઆઇના પ્રમુખ આજે ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા.આ કાર્યક્રમમાં સી.આર.પાટીલ જણાવ્યું કે, શ્ દિનેશભાઇ શર્મા અને નારણભાઇ પટેલ ભાજપમાં જોડાયા છે.
કોઇ પણ રાજકીય પાર્ટીના કાર્યકરો હોય તેમને જનતાની સેવા કરવાની ઇચ્છા હોય છે. પરતું જો પાર્ટીના નેતાઓમાં દાનત ન હોય , સેવાકીય પ્રવૃતિ કરવામાં રસ નો હોય તેવી પાર્ટી જલ્દી તૂટે છે.કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ નથી તેમના આગેવાનો પર વિશ્વાસ નથી.કોંગ્રેસ ની કંગાળ સ્થિતિ છે કે પાર્ટી પાસે 25 કાર્યકરોની પણ અછત છે કે જેઓ નિષ્ઠાથી કામ કરી શકે. આજે ભાજપમાં જે કાર્યકરો જોડાયા છે તેમને પાર્ટી કામ કરવાની તક આપશે. ભાજપમાં ગુજરાતની જનતાની સેવા કરવા વાળા આગેવાનો છે, ગુજરાત રાજયને કેવી રીતે વિકાસમાં આગળ લઇ જવું તેની ચિંતા કરતા હોય છે. ગુજરાતના ભાજપના કાર્યકરોએ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. કોરોના હોય કે રાજયમાં કોઇ પણ કપરી સ્થિતિ હોય તે સમયે ભાજપના કાર્યકરો ખંભેથી ખંભો મીલાવી કામ કરે છે. ભાજપે લોકોનો વિશ્વાસ જીત્યો છે. આવો આપણે સૌ સાથે મળી ગુજરાતના વિકાસમાટે પ્રમાણીકતાથી પ્રયત્ન કરીએ.
આ કાર્યક્રમમાં પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ભાજપ એ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં કામ કરતી રાષ્ટ્રીયની પાર્ટી છે.આ કાર્યક્રમમાં રાજયસભાના સાંસદ નરહરીભાઇ અમીને સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજયના ગરીબ વ્યકિતીઓની લાગણીઓને વાંચા આપીને તેમને રહેવાની, નોકરીની સમસ્યા, ગામડામાં ગેસની સુવિધા લાવવી તે તમામ કામ કર્યા છે . આજે વિશ્વમાં રહેતા ગુજરાતીઓની પણ નજર હવે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ઉપર છે. કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસમાં જૂથવાદ,અનેક ગ્રુપો વર્ષોથી એકહથ્થું સાશન કરતા આવ્યા છે . પરંતુ ભારતીય જનતા પાર્ટી તેમના સિદ્ધાંતો પર ચાલે છે. કાર્યકરને કામ કરવાની ઉજળી તકો આજે ભાજપા આપી રહ્યુ છે.
દિનેશભાઇ શર્મા ભાજપમાં જોડાય છે ત્યારે ભાજપના કાર્યકર તરીકે તેમનું સ્વાગત કરું છું અને વિશ્વાસ સાથે કહું છું કે, આજે એક એવા પક્ષમાં આવ્યા છો કે તમારા કામની સાચી કદર થશે. આ કાર્યક્રમમાં . રૂત્વીજ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના નેતૃત્વમાં અનેક વિવિધ સંગઠનાત્મક કામો સાથે પ્રજાલક્ષી સરકારી યોજનાઓનો અસરકારક અમલ પણ ભાજપનું સંગઠન કરી રહ્યું છે. ભાજપએ વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે ત્યારે સમાજના વિવિધ આગેવાનો કે અન્ય રાજકીય પક્ષના કાર્યકરો કે જેમને રાષ્ટ્રનિર્માણ માટે પોતાનું યોગદાન આપવું હોય તે તમામ લોકો સી.આર.પાટીલના નેતૃત્વમાં ભાજપમાં જોડાઇ રહ્યા છે.
આ કાર્યક્રમમાં દિનેશભાઇ શર્માએ સંબોધન કરતા જણાવ્યું કે,ભાજપમાં આજે જોડાયો છું ત્યારે આનંદ અને ગર્વ થાય છે. આજે રાજયમાં આવનાર વિઘાનસભા ચૂંટણીમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે જે રીતે માઇક્રોપ્લાનીંગ કર્યુ છે, જે રીતે રાજયમાં વિકાસના કામો કરી ગુજરાતની જનતાનો વિશ્વાસ મેળવ્યો છે તે જોતા લાગે છે આ વખતે 182 બેઠકો ભાજપ જીતશે. ભાજપ એ પાર્ટી છે કે જે અશ્કય હોય તે પણ શક્ય કરી બતાવે કેમ કે આ દેશમાં કલમ 370 દુર કરવી, રામ મંદિરનું નિર્મણ કરવું, મહિલાઓને સન્માન માટે ત્રીપ્પલ તલાકનો કાયદો બનાવ્યો.
ભાજપ એ પાર્ટી છે કે જયા મહિલાઓનું સન્માન થાય છે, કાર્યકરોની પડખે ઉભા રહેવામાં આવે છે, પ્રજા હિતમાં કામ કરવામાં આવે છે. ભાજપએ સિસ્ટમથી ચાલનારી પાર્ટી છે. કોંગ્રેસમાં કોઇ સિસ્ટમ જ નહતી. કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાર્ટીના કાર્યકરોના હિતમાં નિર્ણય લેવાતા નથી પરંતુ કોંગ્રેસના એસીમાં બેઠેલા કેટલાક આગેવાનોના હિતમા જ નિર્ણય લેવાય છે. કોંગ્રેસમાં કાર્યકરો માટે જગ્યા નથી.કોંગ્રેસ પાર્ટીનું વિસર્જન થવાનો સમય થઇ ગયો છે.