- સૌરાષ્ટ્રની બજારમાં તાલાલાની કેસર કેરીની સાથે સાથે કચ્છની કેસરની પણ એન્ટ્રી
- ઉનાળાની કાળજાળ ગરમીમાં તન મન ને ટાઢક અને દાઢમાં રહી જાય તેવા સ્વાદની સોડમ આપતી કેસર કેરી નું આગમન બજારમાં થઈ ચૂક્યું છે ત્યારે ભાવઠાને લઈને આ વર્ષે કેરીની આવકમાં નોંધાયેલા ઘટાડાના કારણે ભાવ સરેરાશ કરતા વધુ રહ્યા છે.
ફળોની મહારાણી ગુજરાતની કેસર કેરી સમગ્ર વિશ્વમાં દબદબો ધરાવે છે તેમાં પણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગીરની કેસર કેરી ના સ્વાદ માટે લોકો આખું વર્ષ ઉનાળાનો ઇંતેજાર કરતા થાકતા નથી આ વર્ષે ગીરની કેસર કેરી સાથે સાથે કચ્છની કેસર ની આવક માં આ વર્ષે માવઠાના કારણે 40% જેટલું ઘટાડો જોવા મળી રહ્યો છે આ વખતે સરફેરી સાથે આફુસ રત્નાગીરી સહિતની કેરીઓમાં આબોહવા ના કારણે ઉત્પાદનમાં ઘટ આવી છે આ વર્ષે માર્કેટમાં કેરીનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે દર વર્ષે રાજકોટની મેંગો માર્કેટમાં રોજના ₹25,000 બોક્સની આવક નોંધાતી હતી આ વખતે આ આંકડો 8000 સુધી જ પહોંચે છે 40% જેટલી આવકની ઘટના કારણે કેરીનો ભાવ ઊંચો રહ્યો છે
રાજકોટની બજારમાં તલાલા ગીરની કેસર કેરી ની માંગ સવિશેષ રહેવા પામી છે આ વખતે કેરીની સિઝન ળજ્ઞમશ શરૂ થઈ અને વહેલી પૂરી તાલાલા ગીરની કેસર કેરીની આવકની સાથે સાથે કચ્છની કેસર કેરી ની આવક શરૂ થઈ ચૂકી છે પરંતુ ઓછા ઉત્પાદનના કારણે આવકમાં ઘટાડો નોંધાયું છ રાજકોટ સહિત સૌરાષ્ટ્રની બજારમાં ગીરની કેસર કેરી સાથે વલસાડની કેસર રત્નાગીરી આફુસ કચ્છની કેસર વી આવક થાય છે પરંતુ આ વર્ષે આબોહવાના કારણે તમામ પ્રકારની કેરી ઉત્પાદન ઓછું થયું છે તલાલા ની કેસર કેરીની આવક પૂર્ણ થવા આવી છે આ વર્ષે કેસર કેરીનો ભાવ સરેરાશ 150 સુધી કિલ્લો નો રહ્યું છે માવઠાના કારણે ઓછી આવકને લઈને કેરી મોંઘા ભાવે વેચાઈ રહી છે.
બજારમાં કેરીના છોકરીનો દર વર્ષે કાચી કેરી લઈને પોતાના ઘરે જ બાબો નાખીને પકવતા હોય છે આ વર્ષે ભારે ગરમીના કારણે તેરી સરસ રીતે પાકી રહી છે અને બગાડ પણ ઓછો થઈ રહ્યો છે ત્રણ દિવસ સુધી ગરમીમાં રાખ્યા પછી કંડકમાં ખુલ્લા હવામાનમાં કેરીને રાખવાથી સરસ રીતે પાકી જાય છે આ વર્ષે કેસર કેરી પહેલા જ રત્નાગીરી હાફૂસ ની સિઝન પૂરી થઈ ચૂકી છે.
તાલાલાની કેસરની પાછળ જ શરૂ થઈ ચૂકી છે કચ્છી કેસરની સીઝન:બંટીભાઈ સોનકર (ભોલે ફ્રુટ સેન્ટર)
શહેરની ફ્રુટ બજારમાં વિવિધ વિસ્તારના ફળો ના વેપાર માટે જાણીતા ભોલે ફ્રુટ સેન્ટરના બંટી ભાઈ સોન કરે જણાવ્યું હતું કે હવે કેસર કેરીની સાથે સાથે જ કચ્છની કેસરની આવક શરૂ થઈ ચૂકી છે આ વખતે મોટાભાગના વિસ્તારોમાં કેરીના ઉત્પાદનનું પ્રમાણ વધ્યું હોવાથી ભાવ વધશે કચ્છની કેસર કેરી 200 રૂપિયા કિલો વેચાયેલી છે અને કેસર ની જેમ જ સ્વાદ પ્રિય લોકો કચ્છની કેસર ની રાહ જોતા હોય છે
માવઠાના કારણે કેરીની આવકમાં આવી ઓટ: કિશોરભાઈ વેપારી મેંગો માર્કેટ
રાજકોટના મેંગો માર્કેટના વેપારી કિશોરભાઈએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે કચ્છની કેસર કેરીના રોજના હજુ 8000 થી 10000 બોક્સ ની આવક રહી હતી આ બુકની પાંચ કિલો ની ભરતી નો ભાવ 300 થી 500 રહ્યો છે ગયા વર્ષે ના પ્રમાણમાં કચ્છની કેરીની આવક ઓછી રહી છે ગયા વર્ષે કચ્છની કેસર કેરી ના 20 થી 25000 બોક્સ ની રોજની આવક હતી આ વર્ષે માવઠાના કારણે 40% ઓછી આવક થઈ છે અને ભાવ પણ ઊંચો રહ્યો છે
હાફૂસની સિઝન પૂરી થઈ, હવે કેસરનું વેચાણ વધશે ;મેંગો માર્કેટ ના વેપારી અશોકભાઈ
સૌરાષ્ટ્રના કેરી પ્રિય લોકોમાં તાલાલા ની કેસર કેરી ની જેમ જ રત્નાગીરી હાફુસ નું ચલણ વધુ છે રત્નાગીરી સીઝન આ વર્ષે વહેલી પૂરી થઈ ચૂકી છે બેંગો માર્કેટના વેપારી અશોકભાઈ જણાવ્યું હતું કે વાવઠા ના કારણે કેરીની આવક ઓછી છે અત્યારે આફૂસ પછી કેસર કેરી ના 600 રૂપિયાના બોક્સ તરીકે વેચાણ થઈ રહ્યું છે કેસર કેરી આવક આગામી દિવસોમાં વધશે
બજારમાં બેંગ્લોરની હાફુસની આવક શરૂ: કુણાલભાઈ (અલ્પના ફ્રુટ)
રાજકોટની ફ્રુટ બજારમાં વિશ્વાસપાત્ર પેઢી અલ્પના ફ્રુટ ના સંચાલક કુણાલભાઈ એ અક્ષર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટનું બજારમાં તલાલા ને કેસર લાલબાગ તોતા પાયરી ની સાથે સાથે વેચાતી કેરીઓમાં બેંગ્લોર ની હાફૂસ લોકો વધારે પસંદ કરે છે આ વર્ષે આપણી સિઝન લાંબી ચાલશે બેંગ્લોર ની હાફૂસ સહેજ ખટાશ પર હોય છે કેસરથી નાનું પણ હોવા છતાં બાકી કેરીના ₹500 કિલોનો ભાવ આવે છે અને મોટા ફળનો રૂપિયા 650 ભાવ હોય છે આ વખતે હાફૂસ વું વેચાણ વધ્યું છે
માવઠાના કારણે કેરીની આવક માં આવી છે “ઓટ” અવેશભાઈ (ફેમસ સીઝન સ્ટોર)
રાજકોટની બજારમાં દર વર્ષે કેસર કેરીના વેપાર માં અગ્રેસર રહેતા ફેમસ સિઝન સ્ટોરના ભાવેશભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે માવઠાના કારણે કેસર કેરીની આવક ઓછી રહી છે તેના કારણે 100થી 150 રૂપિયા રહ્યો છે કમોસમી વરસાદના કારણે કેરીનો સરેરાશ ભાવ મોંઘો થયો છે
અમે વનપક્ કેરીનું જ વેચાણ કરીએ છીએ નરેશભાઈ માખીજા (મોમાઈ સીઝન સ્ટોર)
રાજકોટની બજારમાં વન પગ કેરીના વેચાણ અને કોલેટી ફ્રુટ ના વેપારી તરીકે જાણીતા મોમાઈ સિઝન સ્ટોરના નરેશભાઈ માખી જાય જણાવ્યું હતું કે આ વખતે હાફૂસ પછી કેસર અને તોતા પાયરી કેરીની આવક શરૂ થઈ હતી અત્યારે કેરીની આવકમાં કેસર પછી રત્નાગીરી દેવગઢ બેંગ્લોરી અને કચ્છની કેરીની આવક થઈ રહી છે કેસર કેરીનો ભાવ ઊંચો છે અમે દર વર્ષે કુદરતી રીતે પકવેલી કેરીનું જ વેચાણ કરીએ છીએ કાર્બન થી પકવેલી કેરી અમે વેચતા નથી આથી જ ગ્રાહકો મોમાઈ સીઝન સ્ટોરમાંથી કેરી ખરીદવાનો આગ્રહ રાખે છે