તાલાલા મામલતદારને અપાયું આવેદન
કેસર કેરીનો પાક આ વખતે ખુબ જ ઓછો અને અશંત નિષ્ફળ જેવી સ્થીતીમાં ખેડુતોને સહાય મળવી જોઇએ તેમ ભારતીય કિસાન સંઘ તાલાલાએ માંગણી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું છે. કિશાનસંઘના પ્રમુખ પ્રવિણભાઇ નારણભાઇ છોડવડીયાએ મામલતદારને આવેદન પત્ર પાઠવીને માંગણી કરી હતી.
ગીર વિસ્તારમાં મોટાભાગની ખેતી બાગાયતી છે. અને આ ખેડુતો તેમાં કેસર કેરી મુખ્તત્વે આખા વર્ષ દરમ્યાન એક જ પાક લેતા હોય છે. અને છેલ્લા પાંચ વર્ષ ની અંદર કેસર કેરીના ઉત્5ાદનમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. અને ખેડુતો દ્વારા આંબાનું કટીંગ ચાલે છે. દર વર્ષે ખુબ જ વધારે પ્રમાણમાં આંબાનું કટીંગ થઇ રહ્યું છે. ત્યારે બે વર્ષથી તો ખેડુતોની માઠી થવા પામી છે. અ ગયા વર્ષે ઉત્5ાદન પણ ઓછું ત્થા તૌકતે વાવાઝોડાના કારણે ખેડુતો પોતાનો પાક લઇ શકયા નહી હાથ આવેલો પાક નજર સામે નષ્ટ થઇ ગયો ત્યારે એ વેદના ખેડુતો માટે અસહ્ય હતી વાવાઝોડાના કારણે અને વાતાવરણ ના કારણે આ વર્ષે 80 થી 85 ટકા કેસર કેરીનો પાક નિષ્ફળ છે. ત્યારે સતત બે વર્ષે સુધી ખેડુતો આ આર્થિક નુકશાનીનો સામનો કરી શકે તેમ નથી. જો આ વર્ષે ખેડુતો ને સરકાર દ્વારા કોઇ રાશી ચુકવવામાં આવે તો ખેડુત ખુબ જ આર્થિક કટોકટીનો સામનો કરવો પડશે. આ બાબતે અવાર નવાર રજુઆતો કરવા છતાં હજુ સુધી કેસર કેરીને મુખ્યમંત્રી કિશાન સહાય યોજનામાં લેવામાં આવી નથી