નંદી પાર્ક મેઇન રોડ અને ભગવતીપરા મેઇન રોડ પર ખાણીપીણીની 19 દુકાનોમાં ચેકીંગ, 11 કિલો એક્સપાયર ખાદ્ય સામગ્રીનો નાશ
વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે વેસ્ટ ઝોનમાં નંદી પાર્ક મેઇન રોડ પર આરોગ્ય શાખાની ટીમ ત્રાટકી હતી. જે અંતર્ગત આઠ સ્થળે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. શ્રીરામ સિઝન સ્ટોરમાં 3 કિલો એક્સપાયર ખાદ્ય તેલનો નાશ કરવામાં આવ્યો હતો અને પાંચ પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત ભગવતીપરા મેઇન રોડ પર હાથ ધરવામાં આવેલા ચેકીંગમાં 11 દુકાનોમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આઠ કિલો એક્સપાયરીવાળી ખાદ્ય સામગ્રીનો જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો અને ચાર વેપારી પેઢીઓને નોટિસ આપવામાં આવી છે.
જ્યારે સોરઠીયાવાડી ચોક પાસે પટેલનગર-4 માં ભવનાથ એન્ટરપ્રાઇઝમાંથી શિતલ કંપનીનો કેસર કાજુ આઇસ્ક્રીમ જ્યારે કાલાવડ રોડ પર પ્રેમમંદિર સામે ભક્તિ આશ્રમ હોર્કસ ઝોનમાં ગાયત્રી મદ્રાસ કાફેમાંથી લૂઝ સાંભારનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત પેડક રોડ પર રણછોડનગર-4ના ખૂણે આવેલા ધૃવ કોમ્પ્લેક્સ સ્થિત જીલ એન્ટરપ્રાઇઝમાંથી ટ્રાફીક જામ આઇસ્ક્રીમનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમા મોકવામાં આવ્યો છે.
ફૂડ વિભાગની ફરિયાદના આધારે કાલાવડ રોડ પર આત્મીય કોલેજની સામે શ્રીનાથ ફાસ્ટ ફૂડમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એક કિલો વાસી બ્રેડ અને ચણાના લોટનું ખીરૂં તથા દાબેલીનો મસાલો સહિત પાંચ કિલોઅખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરાયો છે.