દેશમાં વધતા જતા અકસ્માતોના નિયંત્રણ માટે વાહનોમાં સેફટી ફીચર્સ માટે ચાલુ વર્ષથી જ તંત્ર સજ્જ
ભારતમાં વધતા જતાં વાહન અકસ્માતોને લઈ ૨૦૧૯ના વર્ષમાં વાહનોને સુરક્ષા પુરી પાડવા સુરક્ષીત વાહનો વર્ષ તરીકે ઉજવીને કેટલાક સલામતીના ફીચર્સ ફરજીયાત કરવાનું સરકારે નકકી કર્યું છે. મોટરોમાં સીટ બેલ્ટ એલર્ટ, રિવર્સ પાર્કિંગ, સ્પીડીંગ અને દરેક કાર માટે અકસ્માત પ્રતિરોધક ક્ષમતાનું પરિક્ષણ ફરજીયાત કરવાનું પણ સરકાર વિચારી રહી છે અને તેનો અમલ ચાલુ વર્ષમાં કરવા માટે કંપનીઓને પણ સુચીત કરવામાં આવી છે.
૨૦૧૯થી શરૂ થનારી વાહનોની સલામતી માટેની આ વ્યવસ્થા ૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરી દરેક વાહનમાં યુરોપના દેશોની જેમ ઈલેકટ્રોનીક કંટ્રોલ, ઓટોમેટીક બેક્રિંગ સીસ્ટમથી મોટરો સજ્જ કરી દેવામાં આવશે ત્યારે ભારતમાં અકસ્માતમાં થતાં મૃત્યુદર નાબુદ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. પશ્ચીમી દેશોમાં વાહનોની અંદરના સલામતી વ્યવસ્થાના કારણે વાહનની અંદર મૃત્યુનું પ્રમાણ ખૂબજ ઓછુ રહેતુ હોય છે ત્યારે ભારતમાં મોટરોની કિંમત અને કદ જાળવવા માટે આ દિશામાં ઘણી વસ્તુઓને નજર અંદાજ કરવામાં આવે છે. ત્યારે ૨૦૧૭માં ૨૬૮૬૯ કાર માલિકોના મૃત્યુ વાહન અકસ્માતમાં થયા હતા. તેની સામે સાયકલ સવાર અને મોટર સાયકલ સવારનો આંકડો ૭૨૦૦૦ સુધી પહોંચ્યો હતો. મોટરમાં સલામતી અંગેના ફીચર્સ બનાવીને આકસ્મીક મૃત્યુના દરને નીચે લઈ જવામાં આવશે. ત્યારે મોટર સાયકલો માટે દિવસે પણ હેડલાઈટ ચાલુ રાખવાના નિયમના પગલે નવા વાહનોમાં આ માટે કંપનીએ જ વ્યવસ્થા કરી છે. ગ્લોબલ ન્યુ કાર એસેસ્મેન્ટ પ્રોગ્રામના મુખ્ય સચિવે જણાવ્યું હતું. કે મોટરોને વધુ સલામત બનાવવાથી મૃત્યુદર ઘટાડી શકાશે અને તમામ વાહનો સલામત બની રહે તે માટે તમામ પ્રકારના ફીચર્સ અંગે કાયદાકીય જોગવાઈ પણ કરવામાં આવી છે જે ખુબજ સારી બાબત છે. ત્યારે ૨૦૧૯માં આ કાયદાને ફરજીયાત કરવામાં આવશે જેથી અકસ્માત પ્રતિરોધક ક્ષમતાનું પ્રમાણ વધી શકે.