દિન પ્રતિદિન રોડ આકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે: ઓક્ટોબર 2022થી દરેક સેગમેન્ટની ગાડીમાં 6 એરબેગ આપવાનો સરકારનો નિર્ણય

ભારતમાં રોડ અકસ્માતનું પ્રમાણ દિન પ્રતિદિન સતત વધી રહ્યું છે તેમાં પણ ખૂબ મોંઘીદાટ ગાડીઓને બાદ કરતા અન્ય ગાડીઓમાં માત્ર બે એર બેગ ફીચર જ આપવામાં આવે છે જેના કારણે રોડ અકસ્માતમાં મૃત્યુ નો દર ખૂબ જ વધ્યો છે. ભારતના રસ્તાઓ ઉપર છ એરબેગથી સુસ જ ગાડીઓ દોડવા લાગે તો ફેટલ એક્સિડન્ટ નું પ્રમાણ ઘટી શકે છે અને લોકોનો જીવ પણ બચી શકશે. એ વાત સ્પષ્ટ થઈ શકે છે કે હાલ માત્ર ને માત્ર 10 ટકા જ ગાડીઓમાં 6 એર બેગ આપવામાં આવ્યા છે. એ લોકો ગાડી ખરીદવા માટે તત્પર હોય છે તેઓ સૌથી પ્રથમ સસ્તી ગાડીઓ કે જેમાં એક કે બે એર બેગ આવતી હોય તે ગાડીઓ લેવાનું વધુ પસંદ કરે છે.

પરંતુ હાલ જે રીતે રોડ અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે તેને ધ્યાને લઈ સરકારે ગાડીઓમાં બે એર બેગ આપવી ફરજીયાત કરી છે પણ હજુ પણ સરકાર આ બાબતે વધુ ગંભીરતાપૂર્વક ધ્યાન દે તો ઘણા ખરા પ્રશ્નો જે રોડ અકસ્માતમાં ઊભા થાય છે અને લોકોએ પોતાનો જીવ ગુમાવો પડે છે તે નહીં થાય. ભારતના રસ્તાઓ પૂરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી જોવાના કારણે પુરપાટ દોડતી ગાડીમાં એક કે બે નહીં પરંતુ છ થી વધુ એરબેગ હોય તો ગાડીમાં મુસાફરી કરતા લોકો નો જીવ બચી શકે છે. આમાં ભારત એકમાત્ર એવો દેશ છે કે જ્યાં રોડ અકસ્માતનું પ્રમાણ સૌથી વધુ છે. સમગ્ર વિશ્વમાં વાહનોની ગણતરી કરવામાં આવે તો ભારત માત્ર એક ટકામાં છે પરંતુ રોડ અકસ્માતમાં થતા મૃત્યુના દરમાં ભારત વિશ્વમાં 11 ટકા હિસ્સો ધરાવે છે.

ઓક્ટોબર 2022 થી દરેક ગાડીઓમાં છ એર બેગ આપવી ફરજીયાત બનાવી છે જેથી લોકોનો જીવ ન જોખમાય. સરકાર માટે હાલ સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે વધુને વધુ લોકો છ એરબેગ ધરાવતા વાહનોની ખરીદી કરે ત્યારે આવનારા દિવસોમાં લોકોને સુરક્ષાને ધ્યાને લઇ આ તમામ પગલાંઓ સરકાર દ્વારા ભરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.