રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ નિયુકિત આગેવાનો અબતકની મુલાકાતે
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ સાથે પરામર્શ બાદ શહેર ભાજપના તમામ મોરચાના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશ જલુ, મહામંત્રી સોમાભાઇ ભાલીયા, લલીત વાડોલીયાએ શહેર કક્ષાના બક્ષીપંચ મોરચાના હોદેદારોની તેમજ તમામ વોર્ડના બક્ષીપંચ મોરચાના પ્રભારીઓની વરણીની જાહેરાત કરી હતી.
જેમાં શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ તરીકે ઉમેશ ધામેચા (જે.પી.) બાબુભાઇ હરસોડા, રવજીભાઇ મકવાણા, અરવિંદ સોલંકી, દિનેશ કણજારીયા, મંત્રી તરીકે નરેશ પ્રજાપતિ, ભરત કુબાવત, વિપુલ માખેલા, મનોજ ડોડીયા, મોહીત પરમાર અને ખજાનચી તરીકે ભરત બોરીચાની વરણી કરવામાં આવી છે. તેમજ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના શહેરના તમામ ૧૮ વોર્ડના પ્રભારી તરીકે વોર્ડ નં.૧ માં રાજેશ ચૌહાણ, વોર્ડ નં.ર માં હિરેન ટંકારીયા, વોર્ડ નં.૩મા: વિજય કોશીયા, વોર્ડ નં.૪માં દેવાંગ કુકાવા, વોર્ડ નં.પ મા પીન્ટુભાઇ રાઠોડ, વોર્ડ નં.૬માં સંજય રાઠોડ, વોર્ડ નં.૭માં નીતીન જરીયા, વોર્ડ નં.૮ માં ધમેશ રાઠોડ, વોર્ડ નં.૯ માં અતુલ જગતીયા, વોર્ડ નં.૧૦ માં મનોજ પાલીયા, વોર્ડ નં.૧૧ માં નીલેશ પાટડીયા, વોર્ડ નં.૧ર માં રમણીકભાઇ દેવળીયા, વોર્ડ નં.૧૩માં સંજય વાઘેલા, વોર્ડ નં.૧૪માં જતીન બોરીચા, વોર્ડ નં.૧૫માં બી.ડી. તલસાણીયા, વોર્ડ નં.૧૬માં રમેશ જાદવ, વોર્ડ નં.૧૭માં અમુભાઇ મકવાણા, વોર્ડ નં.૧૮ માં પ્રકાશ બસીયાની વરણી કરવામાં આવેલ હતી. આ નિયુકિતને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, જૂનાગઢ જીલ્લા ભાજપના પ્રભારી તેમજ વિઘાનસભા-૬૯ ના નીતીન ભારદ્વાજ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુભાઇ કોઠારી, કિશોર રાઠોડ સહીતના ભાજપના હોદેદારોએ આવકારી છે.