ડી.આર.એમ. નીનાવે, એડીઆરએમ યાદવ અને યુનિયનના મહામંત્રી ભોસલેએ રેલવે કર્મચારીઓને આપ્યું માર્ગદર્શન

ભારતીય રેલવેમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે અને રેલ કર્મચારીઓમાં નિયમોની જાણકારી વધે તે માટે યુનિયન દ્વારા સમગ્ર રાજકોટ મંડળમાંથી રેલ કર્મચારીઓ માટે શૈક્ષણીક કલાસનું આયોજન રેલવે ઈન્સ્ટીટયુટ રાજકોટ ખાતેક કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમની અધ્યક્ષતા વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયનન મહામંત્રી જે.આર. ભોસલે, રાજકોટ ડિવિઝનના ડી.આર.એમ. પી.બી.નીનાવે અને એડીઆર એમ એસ.એસ. યાદવ દ્વારા કરવામાં આવી હતી આ ઉપરાંત રેલવેના દરેક ડિપાર્ટમેન્ટના શાખા અધિકારીઓ ‚તુરાજ મિશ્રા કે.એસ. ચોહાન, સ્વાતિ ચુલેટ, ક્એસ. સવન, ધર્મેન્દ્ર મલ્હોત્રા, અંશુમાલી કુમાર, સુનીલ પુરદરે, અનિલ શર્મા પણ ખાસ હાજર રહ્યા હતા.

પી.બી.નીનાવેએ કાર્યકમ્રનું વિધીવત ઉદઘાટન કરીને પાતેના ઉદબોધનમાં ખાસ ભાર મૂકીને જણાવેલ કે જયારે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયન અને રેલવે કર્મચારીઓને રેલવેની સેફટી અને રેલવે ને સારી રીતે ચલાવવા આવા શૈક્ષણીક કાર્યક્રમો રાખતા હોય એવા સંજોગોમાં ભારતીય રેલવે એક નવી ઉંચાઈએ પહોચવાનું કામ કરશે.

એસ.એસ. યાદવે જણાવેલ કે રેલવે કર્મચારીઓ રાત અને દિવસ જોયા વગર ભારતીય રેલવે ને સુરક્ષીત રીતે ચલાવવાનું કાર્ય કરે છે. તેમની ન્યાયી માંગણીઓને હંમેશા કર્મચારીઓની તરફેણમાં ઉકેલવાનું કાર્ય કરવામાં આવશે. પી.બી. નીનાવે અને એસ.એસ. યાદવે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયનના સેક્રેટરી નિખીલભાઈ જોશી તથા અધ્યક્ષ મહેશભાઈ છાયાને આવી પ્રવૃત્તિ કરવા બિરદાવ્યા હતા.

વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયનના મહામંત્રી જે.આર. ભોસલેએ ભારતીય રેલવેની જાણકારી અને ૭માં પગાર પંચની બાબતની જાણકારી રેલ કર્મચારીઓને આપી હતી. મહેશભાઈ છાયા મંડળ અધ્યક્ષ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયન રાજકોટ અને ઉપાધ્યક્ષ મુંબઈ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરાયું હતુ.

કાર્યક્રમમાં વિકાસ ગુપ્તે વિનોદ માંજરાવાલા સંગીતા કોર અને મહેશભાઈ છાયા, અભીજીત શાહે પોતાનીક સેવાઓ આપી હતી અને રેલ કર્મચારીઆે ને એનપીએસ, એસબીએફ, ડીએઆર ઈન્કમટેક્ષ રીર્ટન, યુનીયન હિસ્ટરી વગેરે બાબતોનું જ્ઞાન આપ્યું હતુ. કાર્યક્રમને સફળ બનાવવામાં નીખીલભાઈ જોશી, સતીષ ઓઝા નરેશ ખટવાણી, સુધાકરભાઈ ભરત અજમેરા, કિશોરભાઈ વઘાસીયા હિતેશ ડોડીયાએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.