દેશમાં ગમે એવો કપરો સમય હોય પણ પોલીસ ફોર્સ ખડે પગે કાર્યરત કરે છે. કોરોના મહામારી, અતિવૃષ્ટિ, કે ગુજરાત પર મંડરાઈ રહેલું તાઉતે વાવાઝોડું ગમે તેવી પરિસ્થિતિ હોય પણ રાજ્યની પોલીસ દ્વારા બિરદાવા લાયક કામગીરી થાય છે.
રાજકોટ રૂરલ પોલીસનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં વાવાઝોડાથી બચાવવા પોલીસકર્મીઓ પડધરી વિસ્તારમાં લોકોને ખબે બેસાડી સ્થળાંતર કરાવે છે. વિડિઓમાં જોવા મળે છે કે, એક પોલીસકર્મી એક માજીને પોતાના ખભા પર બેસાડી સ્થળાંતર કરાવે છે.
વિડિઓ થોડી જ ક્ષણોમાં સોશ્યિલ મીડિયા પર ખુબ વાયરલ થયો. વિડીયોમાં જોવા મળતા માનવતાવાદી પોલીસ જવાન જસમત માંન્કોલીયા, સુભાષ ડાભી અને બીજા અન્ય પોલીસકર્મીઓ દ્વારા કરાયેલા કામને લોકો બિરદાવી રહ્યા છે.