દિવાળીના પર્વને લઈને સુરતમાં વસતા સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, પંચમહાલના વતની સૌ પરિવારોને તેમના ગંતવ્ય સ્થળ સુધી સુગમ, સલામત અને સમયબદ્ધ રીતે પહોંચવા માટે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને તેમના માદરે વતન સુધી સલામત પહોંચાડવા માટે વધારાની 2200 બસો શરૂ કરવામાં આવી છે. આ વિશેષ સેવા દ્વારા મુસાફરો પોતાના વતનમાં તહેવારોની ઉજવણી હમવતનીઓ તેમજ પરિવારજનો સાથે કરી શકે એવો પ્રયત્ન રાજ્ય સરકાર અને એસ.ટી. વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે,

ત્યારે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યાસંકુલ (ધારૂકા કોલેજ), વરાછા રોડ ખાતેથી લીલી ઝંડી આપી એક્સ્ટ્રા બસોને પ્રસ્થાન કરાવ્યું હતું. મંત્રી અને મેયર દક્ષેશ માવાણી, સુરત એસ. ટી. વિભાગીય નિયામક પી.વી. ગુર્જર અને મહાનુભાવોએ ડ્રાઈવરોને મીઠાઈ દ્વારા મોં મીઠું કરાવ્યુ હતું તેમજ મુસાફરો સાથે આત્મીય સંવાદ કરીને સૌને સુખમય અને સુરક્ષિત મુસાફરીની તેમજ દિપાવલી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તા.૨૬થી 30 ઓક્ટોબર દરમિયાન સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ વધારાની 2200 બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

03 35

આ પ્રસંગે મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-સુરત વિભાગ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીનું પર્વની ઉજવણી માદરે વતન પોતાના પરિવાર સાથે હર્ષોલ્લાસ સાથે કરી શકે એવા શુભ આશયથી સુરતમાં વસતા સૌરાષ્ટ્ર, પંચમહાલ, ઉત્તર ગુજરાતના મુસાફરો માટે એક્સ્ટ્રા એસ.ટી.બસો શરૂ કરાઈ છે. સુરતથી સૌરાષ્ટ્ર(અમરેલી, સાવરકુંડલા, મહુવા, ભાવનગર, ગારીયાધાર, રાજકોટ, જુનાગઢ, ઉના)ની બસો “સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યાસંકુલ(ધારૂકા કોલેજ), વરાછા રોડથી ઉપડશે. પંચમહાલ (દાહોદ, ઝાલોદ,ગોધરા)ની બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનના સામેના કમ્પાઉન્ડથી તેમજ અડાજણ બસ પોર્ટથી ઉપડશે. વધુમાં વધુ મુસાફરોએ એસ.ટી. નિગમની બસ સુવિધાનો લાભ લેવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું. .

સુરતથી ઉપડતી દિવાળી એક્સ્ટ્રા બસોનું ભાડું: અમરેલી: રૂ.405 સાવરકુંડલા: રૂ.430 ભાવનગર: રૂ.355 મહુવા: રૂ.410 ગારીયાધાર: રૂ.390 રાજકોટ: રૂ.390 જુનાગઢ: રૂ.440 જામનગર: રૂ.450 ઉના: 485 અમદાવાદ: રૂ.285 ડીસા: રૂ.390 પાલનપુર: રૂ.380 દાહોદ:310 ઝાલોદ: રૂ.315 કવાંટ: રૂ.370 છોટાઉદેપુર: રૂ.280 લુણાવાડા: રૂ. 285 ઓલપાડથી ઝાલોદ: રૂ. 325 ઓલપાડથી દાહોદ: રૂ. 320.

02 55

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.