અમન નિમાવત, હેતલ વારા અને ધ્યેય પંડ્યા ચીનનાં નાનચાંગ શહેરમાં એમબીબીએસનો અભ્યાસ કરતા હતા: ત્રણેય બેંગકોંક ઈને અમદાવાદ પહોંચ્યા
ચીનમાં હાલ કોરોના વાયરસે કહેર મચાવ્યો હોવાી ત્યાં ગયેલા અન્ય દેશોનાં લોકો ત્યાંથી પોતાના વતન તરફ સ્ળાંતર કરવા લાગ્યા છે. આ જ રીતે ચીનમાં અભ્યાસ કરતા રાજકોટનાં ત્રણ વિર્દ્યાીઓ પણ પોતાના વતન આવી પહોંચ્યા છે. આ દરમિયાન તેમનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. જેમાં તેઓની સ્થિતિ સામાન્ય જણાતા તેઓને ઘરે જવા માટે મંજૂરી મળી હતી.
ચીનમાં કોરોનાનાં કહેરને લીધે ગુજરાતીઓ પણ ફસાયા હોવાી વાત મળતા સરકારે તાબડતોબ જિલ્લાના તમામ ડિઝાસ્ટર વિભાગને જિલ્લાના ચીનમાં ગયેલા લોકોની માહિતી એકત્ર કરવા જણાવ્યું હતું. જેથી રાજકોટ જિલ્લા ડિઝાસ્ટર વિભાગે કવાયત હાથ ધરીને ૧૨ વિદ્યાર્થીઓ ચીનમાં હોવાનું જાહેર કર્યું હતું. આ ૧૨ વિર્દ્યાીઓમાંથી ત્રણ વિર્દ્યાીઓની આજે ઘરવાપશી થઈ ગઈ છે.
રાજકોટના એરપોર્ટ રોડ પર રહેતા ધ્યેય પંડ્યા, જામનગર રોડ ઉપર રહેતા હેતલબેન વારા અને મોટી ટાંકી ચોક પાસે રહેતા અમન નિમાવત નામનાં ત્રણેય વિદ્યાર્થીઓ ચીનના નાનચાંગ શહેરમાં રહીને એમબીબીએસનો અભ્યાસ કરતા હતા. તેઓ ચીની હવાઈ માર્ગે બેંગકોંક પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ અમદાવાદ પહોંચ્યા હતા. બાદમાં અમદાવાદથી આજે વહેલી સવારે તેઓ રાજકોટ પહોંચ્યા હતા. આ ત્રણેય વિર્દ્યાીઓની સલામત રીતે ઘરવાપશી થતા ત્રણેય વિદ્યાર્થીઓના પરિવારે રાહતનો શ્ર્વાસ લીધો છે.
કેરળમાં કોરોના વાયરસનો ત્રીજો પોઝીટીવ કેસ નોંધાયો: બંગાળમાં પણ ૮ શંકાસ્પદ દર્દીઓ મળ્યા
બંગાળ સરકારે રવિવારે કોરોના વાઈરસથી પ્રભાવિત ૮ શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરી છે. આ દરેક લોકો ૨૩ જાન્યુઆરીએ ચીનથી તે જ ફ્લાઈટમાં આવ્યા હતા. જેમાં કેરળના વિદ્યાર્થીઓ આવ્યા હતા. તેમની સીટ કેરળના વિદ્યાર્થીઓની સીટની આસપાસ જ હતી. કેરળમાં ૩૦ જાન્યુઆરીએ પહલો અને ૨ જાન્યુઆરીએ બીજો અનેઆજે ત્રીજો પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યો છે.અગાઉ જે બે કેસ પોઝિટિવ આવ્યા તેમની સારવાર ત્રિશુર અને અલાપુઝા હોસ્પિટલમાં ચાલી રહી છે. કેરળમાં ૧૭૯૩ લોકોને તેમના ઘરમાં જ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.ચીનમાં વુહાન સહિત અન્ય શહેરોમાં ફસાયેલા ૬૪૭ ભારતીયોને એરલિફ્ટ કરી લેવામાં આવ્યા છે. જ્યારેચીનમાં કોરોના વાઈરસથી અત્યાર સુધી ૩૬૧ લોકોના મોત થયા છે.
ચીનના ઓફિશિયલ સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે હુબઈ શહેરમાં ૨૪ કલાકમાં ૫૬ લોકોના મોત થયા છે, જ્યારે ૨,૧૦૩ કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. આમ હવે ચીનમાં કુલ ૧૬,૬૦૦ કેસ નોંધવામાં આવ્યા છે. તેમાં ૯,૬૧૮ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ૪૭૮ લોકોની સ્થિતિ ગંભીર છે.
અમેરિકામાં અત્યાર સુધી ૯ ઈન્ફેક્શનના કેસ સામે આવ્યા છે. કેલિફોર્નિયામાં ચાર, ઈલિનોએસ અને મૈસાચુસેટ્સમાં ૨-૨, વોશિંગ્ટન અને ઓરિજોનામાં ૧-૧ કેસ નોંધાયા છે. સ્પુતનિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે રશિયાના રેલવે વિભાગે જણાવ્યું કે, ૩ ફેબ્રુઆરીએ કોરોના વાઈરસના કારણે ચીન જતી પેસેન્જર ટ્રેન સેવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ભારતે ચીનમાં ફસાયેલા તેમના નાગરિકોને બહાર કાઢી દીધા છે. રવિવારે ૩૩૦ લોકોને એર ઈન્ડિયાના સ્પેશિયલ વિમાનથી દિલ્હી લાવવામાં આવ્યા છે. તેમાં માલદીવના પણ ૭ નાગરિકો હતા. જ્યારે શનિવારે ૩૨૪ નાગરિકોને વુહાનથી દિલ્હી લાવવામાં આવ્યા છે. દરેકને દિલ્હીની છાવલામાં આવેલા આઈટીબીપી સેન્ટર અને સેના દ્વારા માનેસરમાં તૈયાર કરવામાં આવેલી શિબિરમાં ૧૪ દિવસ સુધી રાખવામાં આવશે.