જંગલમાં મહિલાઓ ખૂંખાર પ્રાણીઓ સાથે ફોરેસ્ટર, ગાઈડ તરીકે પહેલેથીજ કરી રહી છે કામ
સાસણ ના નાયબ વન સંરક્ષક ડૉ મોહન રામ ના પ્રયાસો થી મળશે મહિલા ને આગવું સ્થાન
મદદનીશ અગ્ર મુખ્ય વન સંરક્ષક રામ કુમારે કરી મહિલા ડ્રાયવિંગ ટ્રેનિંગ કેમ્પની શુભ શરૂઆત
એશિયાઈ સિંહોનું ઘર એટલે ગીરનું જંગલ અને આ ગીર ના જંગલમાં હવે જીપ્સી ડ્રાયવર તરીકે મહિલાઓ કામ કરવા માટે તૈયારીઓ કરી રહી છે, સાસણ ગીરના ટુરિઝમ ઝોન માં મહિલા ફોરેસ્ટર, મહિલા ગાઈડ પછી મહિલા ડ્રાયવરો ને તૈનાત કરવા માટે ગુજરાત સરકાર અને વન વિભાગ તરફ થી સાસણ ગીરની મહિલાઓને ડ્રાયવિંગ શીખવવામાં આવી રહ્યું છે.
આ છે ગીરનું વિશાલ જંગલ કે જ્યાં એશિયાઈ બબ્બર સિંહ વસવાટ કરે છે. ગીરનું જંગલ અને ગુજરાતનું ગૌરવ સામ કેશરી સિંહો ની એક ઝલક જોવા માટે દુનિયાભરના શહેલાણીઓ સાસણ ગીર આવે છે, પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે હવે પ્રવાસીઓ ને સિંહ થી રૂબરૂ કરાવવા માટે જંગલમાં મહિલાઓ જીપ્સી ચલાવીને જવાની છે અને એટલેજ વન વિભાગ દ્વારા સાસણ ગીરની મહિલાઓને ડ્રાયવિંગ શીખવવામાં આવી રહ્યું છે, સરકારના સ્ત્રી શાશક્તિકરણ અભિયાન ના ભાગ રૂપે મહિલાઓને પગભર કરવાના હેતુ માટે સાસણ ગીર ના નાયબ વન સંરક્ષક ડૉ મોહન રામ ના પ્રયાસો થી સરકાર દ્વારા સૌ પ્રથમ 15 મહિલાઓને ડ્રાયવિંગની તાલીમ આપવાનું શરુ કર્યું છે.સાસણ ગીર ખાતે શરુ કરવામાં આવેલ તાલિમ વર્ગ ની શરૂઆત વન વિભાગના મદદનીશ અગ્ર મુખ્ય વન સંરક્ષક રામ કુમારે કરી હતી.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી એ ભારત માં સૌ પ્રથમ વખત ગીરના જનાગાલમાં મહિલાઓ ની ભરતી કરી હતી અને ત્યાર પછી સમગ્ર ગુજરાતમાં મહિલા જંગલમાં ખૂંખાર પ્રાણીઓ સાથે નીડરતા પૂર્વક સંનિષ્ટ કામગીરી કરી રહી છે. ત્યાર પછી સાસણ ગીરમાં ગાઈડ તરીકે પણ મહિલાઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે તેમાં પણ મહિલાઓ સફળતા પૂર્વક કામગીરી કરી પગભર અને આત્મનિર્ભર બની છે ત્યારે હવે ડ્રાયવર તરીકે પણ મહિલાઓ ને તૈયાર કરવાનું વન વિભાગે બીડું જડ્પ્યું છે અને એટલેજ સાસણ ગીરની ગરીબ અને આદિવાસી મહિલાઓને જીપ્સી નું ડ્રાયવિંગ શીખવવામાં આવી રહ્યું છે, મહિલાઓ હોંશે હોંશે ડ્રાયવિંગ શીખી રહી છે.
વન વિભાગના ના જણાવ્યા અનુસાર સૌ પ્રથમ 15 મહિલાઓને ડ્રાયવિંગ શીખવામાં આવશે અને મહિલાને દેવળીયા પાર્કમાં ચાલતી જીપ્સીઓમાં સ્થાન આપવામાં આવશે, મહિલા ડ્રાયવર નો પ્રયોગ સફળ થયા પછી અન્ય મહિલાઓને સમાવી લઈને ગીરના જંગલમાં ચાલતી જીપ્સીઓમાં પણ મહિલાઓ ને ડ્રાયવર તરીકે સ્થાન આપવામાં આવશે, તાલિમ વર્ગ ની શરૂઆત સમયે સાસણ ગીર એ. સી. એફ. રાજદીપસિંહ ઝાલા, આર. એફ. ઓ. ડી. પી. દવે સાસણ ગીર ના સરપંચ જુમ્માભાઈ કટિયા વગેરે હાજર રહ્યા હતા.