આજે માગશર વદ અગિયારશને સોમવાર તા.૧૯.૧૨.૨૨ ના દિવસે સફલા એકાદશી છે. આ એકાદશી પણ ઉત્તમ એકાદશીઓમાં એક છે. આ દિવસે ભગવાન શ્રીનારાયણનું વિષ્ણુ ભગવાનનું અર્ચન – પૂજન કરવું જોઇએ. આ માસમાં ઉપલબ્ધ ફળફળાદિ વડે એકાદશીનું જે પૂજન કરે છે તે શ્રીપુરૂષોત્તમ નારાયણને વધુ પ્રિય છે. સમાં જેમ શેષનાગ શ્રેષ્ઠ છે, સર્વ પક્ષી સમુદાયમાં ગરૂડ શ્રેષ્ઠ છે, યજ્ઞોમાં અશ્વમેધ યજ્ઞનો અગ્રતાક્રમ છે, દેવોમાં વિષ્ણુ શ્રેષ્ઠ છે, મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, એ પ્રકારે સર્વ વ્રતો માં એકાદશી વ્રત શ્રેષ્ઠ વ્રત છે .
એકાદશીના દિવસે સવારના વહેલા ઉઠી સ્નાન કરવાની ડોલમાં ગંગાજળ નાખી સ્નાન કરવું, એનું વ્રત શ્રેષ્ઠ ગણાય છે. ત્યારબાદ વિષ્ણુ ભગવાનનુંઅથવા તો શ્રી કૃષ્ણ ભગવાનનું વિધિવત પૂજન કરવું, પૂજનમાં પંચામૃતથી સ્નાન કરાવવું, ચંદનના ચાંદલા ચોખા કરી વસ્ત્ર, જનોઈ, ફુલ, અબીલ, ગુલાલ, કંકુ, અર્પણ કરવા, ધૂપ – દીપ અર્પણ કરવા, નિવેદ્યમાં દાડમ, સોપારી અર્પણ કરવા, વિષ્ણુ સહસ્રના નામ પણ બોલી શકા . આ એકાદશીના રોજ ‘ દીપદાન’નો વિશેષ મહિમા છે .
સાંજના સમયે એકાદશીની વ્રત કથા સાંભળવી અથવા તો વાંચવી ધર્મરાજ યુધિષ્ઠિરે પણ આ વ્રત કથા કરી હતી અને આ એકાદશીના દિવસે બપોરના સુવું નહીં તથા રાત્રિના ૧૨ વાગ્યા સુધીનું જાગરણ જરૂર કરવું. સફલા એકાદશીનો બોધ : સફલા એકાદશીનો બોધ કહે છે તમે ગમે તેટલા ગેરમાર્ગે હો પરંતુ જો તમારે સારૂ બનવુંછે, શાસ્ત્ર પુરાણના નિયમો પાળવા છે, જીવનના નિયમો પાળવા શો તો ભગવાન તમારી સહાય કરે તે જ તમારી લાઈફ ચેન્જ થઈને જ રહેશે. હા શાસ્ત્રો પુરાણોના નિયમો પાળવા જરૂરી રહેશે .
શાસ્ત્રી રાજદીપ જોષી ( વેદાંત રત્ન )