ગોંડલ સંઘાણી સંપ્રદાયના સાધ્વી રત્ના પૂ.કિરણબાઈ મહાસતિજી આજરોજ તા.2/5/2020 શનિવારે સાંજે નમસ્કાર મહામંત્રંના સ્મરણ સાથે કાળધમૅ પામેલ છે.મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે ગોંડલ સંઘાણી સં.ના જય – વિજય પરિવારના કોકિલ કંઠિ સાધ્વી રત્ના પૂ.કિરણબાઈ મ.સ.નું આરોગ્ય છેલ્લા થોડા સમયથી નાદુરસ્ત હતું. તેઓ રાજકોટ દિવાનપરા સંઘાણી ઉપાશ્રયે બીરાજમાન હતાં.
પૂ.કિરણબાઈ મ.સ.નો 54 વષૅનો સુદીઘૅ સંયમ પયૉય હતો.વૈશાખ સુદ પાંચમના તેઓએ સંયમ જીવનના 55 માં વષૅમાં પ્રવેશ કરેલ.તેઓ પ્રખર વ્યાખ્યાતા હતાં. તેઓએ તું રંગાઈ જાને રંગમાં,સમજાવ્યું તેને સમપૅણ વગેરે પુસ્તકોનું આલેખન પણ કરેલ.તેઓ શીઘ્ર કવિયત્રી હતાં.જિન શાસનની તેઓએ જબરદસ્ત શાસન પ્રભાવના કરેલ તેમ સંઘાણી સંપ્રદાયના પ્રમુખ અશોકભાઈ કોઠારીએ જણાવેલ. કોયલ જેવો મીઠો મધુરો તેઓનો કંઠ હતો.તેઓના લઘુ ભગિની પૂ.જયશ્રીબાઈ મ.સ.એ પણ સંઘાણી સંપ્રદાયમાં દિક્ષા અંગીકાર કરેલ છે.
પૂ.કિરણબાઈ મ.સ.કાળધમૅ પામતા સંઘાણી સંપ્રદાય તથા જિન શાસનને બહુ મોટી ખોટ પડી છે તેમ સંઘ પ્રમુખ કિશોરભાઈ સંઘાણીએ જણાવ્યું છે.
લોક ડાઉનને કારણે પાલખીમાં સીમિત વ્યક્તિઓ ઉપસ્થિત રહી જય જય નંદા,જય જય ભદ્દાના જયનાથ સાથે 3 મે રવિવારના રોજ સવારે રામનાથ પરા મુક્તિ ધામ ખાતે અંત્યેષ્ઠિ વિધી કરવામાં આવી.