કોર્ટે અરજી કાઢી નાખતા સાધ્વીની ઉમેદવારી સામેની મોટી અડચણ દૂર થઈ
ભોપાલમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહને ટકકર આપવા ભાજપે હિન્દુ કાર્ડ ખેલીને સાધ્વી પ્રજ્ઞાને મેદાનમાં ઉતાર્યા છે. સાધ્વી પ્રજ્ઞા માલેગાંવ બોમ્બ ધડાકાકાંડના આરોપી હોય અને હાલમાં જામીન પર હોય આ બોમ્બ ધડાકા કાંડમાં માર્યા ગયેલા મુસ્લિમ યુવાનના પિતાએ સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવા મુંબઈની એનઆઈએ કોર્ટમાં અરજી કરી હતી એનઆઈએ કોર્ટે આ અરજી કાઢી નાખતા ગઈકાલે ઉમેદવારી કરનારા સાધ્વી પ્રજ્ઞાને મોટી રાહત મળી છે.
માલેગાંવ બોમ્બ ધડાકામાં માર્યા ગયેલા સૈયદ અહેમદ નામના યુવાનના પિતા બિલાલે તાજેતરમાં મુંબઈની એનઆઈએ કોર્ટમાં અરજી કરીને સાધ્વી પ્રજ્ઞાને ભોપાલમાંથી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવા દાદ માંગી હતી આ અરજીની સુનાવણી દરમ્યાન એનઆઈએ કોર્ટના જજે નોંધ્યું હતુ કે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ફરિયાદ કરનારે પોતાની સહી કરી નથી ફરિયાદીના વકીલે એવી દલીલો કી હતી કે સાધ્વી પ્રજ્ઞાને ખરાબ આયોગ્યના મુદે જામીન આપવામાં આવ્યા છે. પરંતુ તેઓ સ્વસ્થ દેખાઈ રહ્યા છે અને ટીવીચેનલોમાં ઈન્ટરવ્યુ પણ આપી રહ્યા છે. જેથી તેમના જામીન રદ કરવામાં આવે.
જે સામે સાધ્વીના વકીલ જે.પી. મિશ્રાએ દલીલો કરી હતી કે સાધ્વીજીની સારવાર ચાલૂ છે. તેમની સારવાર ચાલી રહી છે. તેમની પરિસ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. અને એક ડોકટર હંમેશા તેમની સાથે રહે છે. તેઓ વિચારધારાના આધાર પર ચૂંટણી લડી રહ્યા છે. તેઓ સાબીત કરવા માંગે છે કે ભગવા આતંકવાદ જેવું કંઈ પણ નથી બંને દલીલો બાદ એનઆઈએ કોર્ટે આ અરજીને કાઢી નાખી હતી કોર્ટે સાધ્વી પ્રજ્ઞા સામેની આ અરજી કાઢી નાખતા તેઓની ઉમેદવારી સામેની મોટી અડચણ દૂર થઈ છે.