મહારાષ્ટ્ર ના નાસિક જિલ્લા ના માલેગાંવ ખાતે ૨૦૦૮ માં થયેલા બોમ્બ વિસ્ફોટ માં મુખ્ય સાધ્વી પ્રજ્ઞાસિંહજી ઠાકુર ની ધરપકડ કરવામાં આવી હતી અને ૨૪ દિવસ સુધી તેમના પર અમાનવીય અત્યાચારો ગુજારવામાં આવ્યા હતા માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસ માં ભયાનક યાતના સહન કરનાર સાધ્વી પ્રજ્ઞાસિંહજી ઠાકુર ગુજરાત ના પ્રવાસે આવ્યા છે ત્યારે ગુજરાત ના ગૌરવ એવા સાધ્વી ને અનેક હિન્દુ સંગઠનો દ્વારા સન્માનિત કરવામાં આવી રહ્યા છે અને સાધ્વીજીએ પોતે હિન્દુ સંગઠનો ના સંચાલકો ને સન્માનિત કર્યા છે ખરેખર સાધ્વીજી હિન્દુ સંગઠનો , હિંદુત્વ , અને લવ જેહાદ નો ભોગ બનતી બહેન દીકરીઓ , ગૌ રક્ષા માટે લડી રહ્યા છે બોમ્બ બ્લાસ્ટ જેવા કેસ માં પણ તે જેલ વાસ ભોગવી બહાર આવી ચૂક્યા છે ત્યારે ગુજરાત હિંદુસેનાએ સાધ્વીજી ના છૂટકારા માટે પ્રાર્થના , હવન , રામધૂન સહિત ના કાર્યક્રમો આપ્યા હતા
હાલ માં ગુજરાત માં આવેલ સુરત થી નજીક બિલ્લીમોરા સ્થિત ગંગાધર ગૌ શાળા ની પ્રથમ સાલગિરા નિમિટે સાધ્વીજી ની સભા તથા સંપર્ક નું આયોજન હતું બિલ્લીમોરા માં સાધ્વી પ્રજ્ઞાસિંહજી ઠાકુર દ્વારા જામનગર થી ગયેલા આશુતોષભાઈ પાઠક કે જે ગૌ રક્ષા દળ ની જવાબદારી સંભાળી રહ્યા છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને આવતા સમય માં જામનગર માં હિન્દુ સંગઠનો ને એક કરવાના ભવ્ય કાર્યક્રમ ના આયોજન માં સાધ્વીજીએ હાજરી આપી કાર્યકરો ને સાંબોધવાની તૈયારી બતાવી હતી .
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com