પ્રયાગરાજ માધમેળામાં એક અનોખા સાધુ
મારે જલ્દી મંદિરમાં રામલલ્લાની મૂર્તિના દર્શન કરવા છે
સાધુ તો ચલતા ભલા એવુ કહેવાય છે કારણ કે સાધુ ચાલતા રહેતો કેટલાયનું કલ્યાણ કરી શકે. પણ આપણે અહીં એક એવા સાધુની વાત કરવાની છે જેણે શ્રી રામમંદિરનું ઝડપથી નિર્માણ થાય અને મંદિરમાં ભગવાનશ્રી રામચંદ્રજીની મૂર્તિના દર્શન કરવાનું પ્રણ (હઠ -સંકલ્પ) લીધું છે. આ માટે સાધુએ પોતાના માથાપર જવેરા વાવ્યા છે.
ખાલી ઘઉં જ નહી પણ જવ, ચણા મેથી અને અડદના બીજ વાવ્યા છે.સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાત કે અન્યત્ર આપણે એવા સાધુ જોયા છે જે પોતાના કોઈ સંકલ્પ નિર્ધાર કે હેતુને લઈ અલગ અલગ તપસ્યા કરતા હોય છે. કે પોતાના શરીર પર જવેરા વાવતા હોય છે. અને પોતાનો સંકલ્પ પૂરો થાય ત્યાં સુધી રાખતા હોય છે.સંગમ નગરી પ્રયાગરાજમાં યોજાયેલા માધ મેળામાં અનેક સાધુ સંતો આવ્યા હોય છે. પણ આ વખતે માધ મેળામાં એક સાધુ એવા જોવા મળ્યા જેના માથા પર જવેરા વાવેલા જોવા મળ્યા હતા આ સાધુ મેળામા આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.અયોધ્યામાં ભવ્ય શ્રી રામમંદિર ઝડપથી બને તેનાં ભગવાનશ્રી રામ (મૂર્તિ સ્વરૂપે) બિરાજે એટલે તેના દર્શન કરવાના સંકલ્પ (પ્રણ) સાથે પોતાની ‘જટા’માં ઘઉંના જવેરા ઉગાડયા છે તેમણે પોતાના માથા પર ઘઉં સાથે જવ, ચણા, મેથી, અડદના બીજ પણ વાવ્યા છે. અહી ખાસ વાત એ કરવાની કે માથાનાં વાળમાં ‘માટી’ જરા પણ નથી.સોનભદ્ર મારકુંડી જિલ્લાથી પ્રયાગરાજના મેળામાં આવેલા આ સાધુ અમરજીત સંત રવિદાસનું આ પ્રણ અત્યારે મેળામાં ચર્ચા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.