સાધુવાસવાણી રોડ ખાતે સેન્ટ ગાર્ગી સ્કુલ અને બાનલેબ્સના ઉપક્રમે ગણેશ મહોત્સવ નિમીતે સાધુ વાસવાણી રોડ કા રાજા ભારે આકર્ષણ ઉભું કર્યુ છે. અહીં ટેકનોલોજી સાથે શ્રઘ્ધાનો સમન્વય કરી વિવિધ શાળાના વિઘાર્થીઓ દ્વારા ગણેશજીનું ચાલતુ વાહન, રોબોટીક હાથ, થ્રી ડાયમેન્શન ગણપતિનું લાઇવ ડિઝાઇનીંગ, વર્ચ્યુઅલ ટુર ઓફ થ્રીડી ગણેશજી, આકર્ષક લાઇવ ગણેશા ગેઇમ, વગેરે બનાવવામાં આવ્યા છે. તથા ઇનોવેટિવ સાઇકલ ડિસપ્લે, સહીત રોજ રાત્રે ૯ થી ૧૧ વિવિધ મનોરંજક કાર્યક્રમો પણ રોજ યોજવામાં આવે છે. જેમાં આજે રાત્રે ૧ મીનીટ ગેઇમ શો, શાલે લાઇવ સીંગીગ કોમ્પીટીશન, ૩૦મીએ સરપ્રાઇઝ ઇન્વેન્ટ તેમજ રોજ સાંજે ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. જેમાં આજે સાંજે સત્યનારાયણની કથા તથા ૩૦મીએ બનાવવાની સ્પર્ધા અને યજ્ઞ તેમજ વિવિધ પરોપકારના કાર્યો પણ યોજાય છે. જેમાં આવતીકાલે સાંજે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાવવાનો છે. આ ગણપતિ મહોત્સવ વિહાળવા નાના બાળકથી માંડી સૌ કોઇને મનમોહન મનોરંજક અને ધાર્મિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે.
સાધુ વાસવાણી રોડ કા રાજા: ટેકનોલોજી સાથે શ્રઘ્ધાનો સમન્વય
Previous Articleમારૂતિ અને મહિન્દ્રાને ટક્કર આપવા આવી રહી છે. હ્યુંડાઇની આ કાર….ફિચર્સ જાણવા માટે ફોટો પર ક્લિક કરો.
Next Article ‘પંચવટી કા રાજા’ ગણેશોત્સવમાં અનેકવિધ કાર્યક્રમો