સદ્ગુરુએ બાંગ્લાદેશમાં થઈ રહેલા ભયંકર અત્યાચારોને તાત્કાલિક રોકવાની હાકલ કરી, “વિગતવાર નોંધણી કરો“, તેમણે ભારપૂર્વક જણાવ્યું

 સદ્‍ગુરુએ જણાવ્યું કે તાજેતરમાં દોરવામાં આવેલી રાષ્ટ્રીય સરહદો શાશ્વત નથી, ભારત બસ સરહદના તર્કથી બંધાયેલું ન હોવું જોઈએ કેમ કે સાંસ્કૃતિક સંબંધો અને સભ્યતાના જોડાણ વધુ મહત્ત્વના છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ સામે વધી રહેલી હિંસાના પગલે એક બોલ્ડ સ્ટેન્ડ લેતા, આધ્યાત્મિક ગુરુ સદ્‍ગુરુએ આ મુદ્દાને સંબોધવામાં ભારતની વધુ મોટી ભૂમિકાની જરૂરિયાત વિષે ફરી જણાવ્યું હતું.

“તાજેતરના સમયમાં જે રાષ્ટ્રીય સરહદો દોરવામાં આવેલી તે શાશ્વત નથી. સાંસ્કૃતિક સંબંધો અને સાંસ્કૃતિક જોડાણ વધુ મહત્ત્વના છે. ભારત બસ સરહદના તર્કથી બંધાયેલું ન હોવું જોઈએ પણ 75 વર્ષ કરતા ઘણી જૂની સંસ્કૃતિની વ્યાપક વાસ્તવિકતાઓને પણ ધ્યાનમાં લેવી જોઈએ.” સદ્‍ગુરુએ X પર ટ્વીટ કર્યું.

સદ્‍ગુરુએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે હાલની ગંભીર પરિસ્થિતિનો ઉકેલ લાવવો મહત્ત્વનું છે, પણ સાથે જ ઘટનાઓને વિગતવાર રેકોર્ડ કરવી પણ એટલી જ મહત્ત્વની છે કે જેથી ભવિષ્યની પેઢીઓ માટે સત્ય સચવાઈ રહે. “બાંગ્લાદેશમાં ભયંકર અત્યાચારો પર તાત્કાલિક રોક ખૂબ જ જરૂરી છે, પણ આ અત્યાચારોને શક્ય તેટલા વિગતવાર રીતે નોંધવા પણ એટલું જ મહત્ત્વનું છે,” તેમણે ઉમેર્યું.

સદ્‍ગુરુના શબ્દો સાથે ઘણા બધા લોકો સહમત છે, ખાસ કરીને તે લોકો જેઓ રાજકીય સીમાઓને ધ્યાનમાં લીધા વિના આ વિસ્તારની સભ્યતામાં ભારતની ભૂમિકાના મહત્ત્વને માને છે.

સદ્‍ગુરુએ બાંગ્લાદેશી હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ભારતની મોટી જવાબદારી હોવા વિષે આ પહેલી વાર નથી જણાવ્યું. થોડા દિવસો પહેલા, સદ્‍ગુરુએ X પર એ જ મંતવ્યો રજુ કરતા જણાવ્યું હતું કે, “હિંદુઓ પર આચરવામાં આવતા અત્યાચાર એ ખાલી બાંગ્લાદેશની આંતરિક બાબત નથી. ભારત ત્યાં સુધી મહા-ભારત ન બની શકે જ્યાં સુધી આપણે આપણા પડોશમાં લઘુમતીઓની સાલમતી માટે વહેલામાં વહેલી તકે આગળ આવીને કાર્યવાહી ન કરીએ. જેઓ આ દેશનો ભાગ હતા તેઓ દુર્ભાગ્યે પડોશી બની ગયા છે, પણ આ લોકો, જેઓ ખરેખર આ જ સભ્યતાના ભાગ છે તેમને આવા આઘાતજનક અત્યાચારોથી બચાવવાની જવાબદારી આપણી છે.”

વધુ જાણવા માટે +91 98256 05233 પર ફોન કરો અથવા અહીં ઇમેઇલ કરો:

[email protected]

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.