• પગલું યોગવિજ્ઞાનને સર્કસ જેવી પ્રવૃત્તિમાં બદલી નાખશે“: સદ્ગુરુ

આધ્યાત્મિક ગુરુ અને ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદ્‍ગુરુએ 2026 એશિયન ગેમ્સમાં યોગને “ડેમોન્સ્ટ્રેશન સ્પોર્ટ” તરીકે સામેલ કરવાના ઓલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયા (OCA) ના નિર્ણય સામે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની તાજેતરની પોસ્ટમાં, સદ્‍ગુરુએ આ નિર્ણય પર ઊંડી ચિંતા વ્યક્ત કરી, જેમાં તેમણે તેને “ખલેલ પહોંચાડનાર અને નિરાશાજનક” પગલું ગણાવ્યું જે યોગના પ્રાચીન વિજ્ઞાનને “સર્કસ જેવી પ્રવૃત્તિ” માં બદલી નાખવાનું જોખમ ઊભું કરે છે.

સદ્‍ગુરુએ જણાવ્યું હતું કે યોગ, જે લાંબા સમયથી આંતરિક વિકાસ માટેનું એક શક્તિશાળી સાધન ગણવામાં આવે છે, તે મૂળભૂત રીતે માનવ ચેતનાના વિકાસ વિષે છે અને તેને સરખામણી કે સ્પર્ધાને આધિન ન બનાવવું જોઈએ.

સદ્‍ગુરુએ X પર કહ્યું, “યોગ સ્પર્ધા ન હોઈ શકે. યોગ એ સ્વ-વિકાસ માટેનું એક શક્તિશાળી સાધન અને મિકેનિઝમ છે – જે મનુષ્યને સીમિત સંભાવનામાંથી જીવનના અસીમિત બોધ અને અનુભવ તરફ લઈ જાય છે. તે બીજા કોઈની સાથે સ્પર્ધામાં ન થવું જોઈએ. આમ કરવાથી આપણે યોગના શક્તિશાળી વિજ્ઞાનને સર્કસ જેવી વસ્તુમાં ફેરવી નાખીશું, જ્યાં એક વ્યક્તિ બીજા કરતા વધુ સારું કરવાના પ્રયત્નો  કરશે.”

તેમણે વધુમાં યોગના મહત્વને સમજાવતા કહ્યું કે તેનો વાસ્તવિક સાર મનુષ્યોને તેમની સીમાઓથી આગળ વધવામાં અને જીવનના ઊંડા પરિમાણોને ખોજવામાં મદદ કરવામાં રહેલો છે, જે તેને સ્પર્ધાત્મક માળખા માટે અનુકૂળ બનાવતું નથી.

આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે તે ખૂબ જ પરેશાન કરનાર અને નિરાશાજનક છે કે યોગા એક એવા મેદાનમાં પ્રવેશી રહ્યું છે જે અનિવાર્યપણે સ્પર્ધાત્મક રમત ક્ષેત્ર છે. યોગ સ્પર્ધા ન હોઈ શકે. યોગ એ સ્વ-ઉત્ક્રાંતિ માટે એક શક્તિશાળી સાધન અને પદ્ધતિ છે- મનુષ્યને મર્યાદિત શક્યતાઓમાંથી અમર્યાદિત ધારણા અને જીવનના અનુભવ સુધી ઉછેરવા માટે. આ કોઈ બીજા સાથે સ્પર્ધામાં ન થવું જોઈએ. આ સાથે, અમે યોગના શક્તિશાળી વિજ્ઞાનને સર્કસ જેવી પ્રવૃત્તિમાં ઘટાડીશું જે એક બીજા કરતા વધુ સારું કરવાનો પ્રયાસ કરે છે. યોગનું મૂળ સભાનતા વિશે છે, સરખામણી અને સ્પર્ધા વિશે નહીં. યોગના વિજ્ઞાનને જન્મ આપનાર સભ્યતા તરીકે આશા છે કે તે હાસ્યાસ્પદ રમત ન બની જાય તેની ખાતરી કરવા માટે શાણપણ હશે.

“યોગનો સાર ચેતના વિષે છે, સરખામણી અને સ્પર્ધા નહિ. આશા છે કે જેણે યોગ-વિજ્ઞાનને જન્મ આપ્યો તે સભ્યતા પાસે એ ખાતરી કરવાની સમજ તો હશે જ કે યોગ એક હાસ્યસ્પદ રમત ન બની જાય.”

જાપાનના નાગોયામાં યોજાનારી 2026 એશિયન ગેમ્સમાં યોગને “ડેમોન્સ્ટ્રેશન સ્પોર્ટ” તરીકે સામેલ કરવાના તાજેતરના ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (ઓસીએ) ના નિર્ણયના સંદર્ભમાં સદ્‍ગુરુ દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી. આ નિર્ણયને વૈશ્વિક સ્તરે યોગના ભૌતિક પાસાંઓના વૈશ્વિકીકરણ અને પ્રોત્સાહનના માર્ગ તરીકે જોઈ શકાય છે. જો કે, સદ્‍ગુરુની વાત યોગ અભ્યાસના ઊંડા આધ્યાત્મિક મહત્વને જાળવી રાખવાની જરૂરિયાતને દર્શાવે છે. સાથે જ તે યોગના નામે પ્રચાર કરવામાં આવતી માન્યતાઓ અને વિકૃત સંસ્કરણોને દૂર કરવા માટે ખૂબ સુસંગત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.