• “છેલ્લા બે અઠવાડિયામાં, હું તે શબ્દો સાંભળી રહ્યો છું જે લોકો સ્ત્રીઓ માટે વાપરી રહ્યા છે. કોઈ “રેટ કાર્ડ” વિશે વાત કરી રહ્યું છે તો કોઈ 75 વર્ષની મહિલા વિશે ગંદી વાતો કહી રહ્યું છે. બીજું કોઈ 60 વર્ષથી વધુ વયના રાજકારણીના માં-બાપ વિશે વાત કરી રહ્યું છે.

National News : ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદ્‍ગુરુ 2024ની રાષ્ટ્રીય ચૂંટણી પહેલા ભારતીય રાજકીય પ્રવચનમાં મહિલા નેતાઓ પ્રત્યે વધી રહેલી લૈંગિક અને અપમાનજનક ટિપ્પણીઓની સખત નિંદા કરતા જોવા મળે છે. ગંભીર બ્રેઈન સર્જરી પછી પહેલી વખત વાત કરતા દેખાય છે.  

“છેલ્લા બે અઠવાડિયામાં, હું તે શબ્દો સાંભળી રહ્યો છું જે લોકો સ્ત્રીઓ માટે વાપરી રહ્યા છે. કોઈ “રેટ કાર્ડ” વિશે વાત કરી રહ્યું છે તો કોઈ 75 વર્ષની મહિલા વિશે ગંદી વાતો કહી રહ્યું છે. બીજું કોઈ 60 વર્ષથી વધુ વયના રાજકારણીના માં-બાપ વિશે વાત કરી રહ્યું છે. તમે કયા પક્ષના છો તેનાથી કોઈ ફર્ક નથી પડતો, પ્લીઝ આ લોકોને બ્લોક કરો,” સદ્‍ગુરુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું) પર પોસ્ટ કરાયેલ વિડિઓમાં જણાવ્યું હતું.

સદ્‍ગુરુની અપીલ તાજેતરના કેટલાક કિસ્સાઓને લીધે આવી છે જેમાં ઘણી પાર્ટીઓના રાજકારણીઓએ મહિલા નેતાઓ વિષે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે.

સદ્‍ગુરુએ શું અપીલ કરી?

“જો તમે આ દેશમાં અભિગમને બદલતા નથી, તો તમે કંઇ પણ બદલી નથી શકતા,” સદ્‍ગુરુએ મીડિયા હાઉસ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સહિત બધા લોકોને પગલાં લેવા વિનંતી કરી.

“હું તમને બધાને વિનંતી કરું છું કે મીડિયા હાઉસ, સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર્સ અને તમે જે પણ હો, ખાતરી કરો કે આ લોકો જેઓ મહિલાઓ વિશે ઘૃણાસ્પદ વાતો કહે છે તેઓને હંમેશા માટે બ્લોક કરવામાં આવે, અત્યારે હું જોઉં છું કે બે દિવસ પછી તેઓ સ્ક્રીન પર પાછા આવી રહ્યા છે.”

જેમ જેમ ભારત ચૂંટણીઓ માટે તૈયાર થઈ રહ્યું છે અને જાહેર પ્રવચનો ઉગ્ર બને છે, તેમ તેમ મહિલાઓ વિશે અપમાનજનક ટિપ્પણીઓ સાથેની ચર્ચાઓ વધારે નીચલા સ્તરે પહોંચી છે. સદ્‍ગુરુના શબ્દો ભારતમાં, ખાસ કરીને રાજકીય પ્રવચન અને જાહેર સ્થળોએ મહિલાઓ વિશેના અભિગમને બદલવાની તાત્કાલિક જરૂરિયાતને આપણા ધ્યાનમાં લાવે છે.

સદ્‍ગુરુ ઈમરજન્સી બ્રેઈન સર્જરી પછીથી સતત સારી રીતે રિકવર થઈ રહ્યા છે. દુનિયાભરના લોકો તેમની ઝડપી રિકવરી માટેની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.