19 એપ્રિલ: સદ્ગુરુએ શુક્રવારે લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં તમિલનાડુના કોઈમ્બતુરમાં તેમનો મત આપ્યો.
બેક દિવસ પહેલા, સદ્ગુરુએ નોટાની (NOTA) વિરુદ્ધમાં ટ્વીટ કરીને લોકોને નોટા પસંદ કરીને તેમના અધિકારનો વ્યય ન કરવા કહ્યું હતું.
“18 વર્ષથી વધુની વયના દરેક નાગરિકે આ સૌથી મૂળભૂત હક અને જવાબદારીનો ઉપયોગ કરવો જ જોઈએ, જેના થકી આવતા પાંચ વર્ષમાં દેશને આગળ કોણ લઈ જશે તે નક્કી કરવામાં આવે છે. લોકશાહીની પ્રક્રિયામાં રહેલી આ શક્તિને વ્યય ન જવા દો અને નોટા પસંદ કરીને ભારત અને 1 અબજથી વધુ લોકોના ભવિષ્યના નિર્માણમાં સક્રિય રીતે ભાગ લેવાની તમારી શક્તિનો વ્યય ન કરો. ચાલો આ કરી બતાવીએ, પ્રેમ અને આશીર્વાદ. – સદ્ગુરુ”, તેમણે ટ્વીટ કરેલું.
Every Citizen over 18 years of age must exercise this most fundamental right and responsibility to be able to decide who will take the Nation forward for the next five years. Do not let this power enshrined in the democratic process go waste or choose NOTA and give up your power… pic.twitter.com/1ENhU445t5
— Sadhguru (@SadhguruJV) April 17, 2024
પહેલા, સદ્ગુરુએ ભારતીય રાજકારણમાં મહિલા આગેવાનો વિરુદ્ધ થઈ રહેલી લૈંગિક અને અભદ્ર ટિપ્પણીઓની ટીકા કરી હતી.
તેમણે મીડિયા અને ઇન્ફ્લ્યુએન્સર્સ લોકોને વિનંતી કરી હતી કે જે લોકો મહિલાઓ વિષે અભદ્ર વસ્તુઓ કહે છે તેમને હંમેશા માટે બ્લોક કરવામાં આવે.
In the last two weeks, the language used about women in the political discourse has included “rate card”, questions about parentage and disgusting comments about a 75-year-old lady. What is wrong with us? I request the media and influencers, please ban such people for good. We… pic.twitter.com/MXpPK9saEC
— Sadhguru (@SadhguruJV) April 8, 2024