સદગુરૂધામે ચાલતા નવનિર્માણના કાર્યમાં ફુલ નહિં તો ફુલની પાંખડી રૂપે સહયોગ આપવા અપીલ
સદ્ગુરૂ દેવ પૂ. રણછોડદાસ બાપુની તપોભુમિ ત્યારે આશ્રમે ચાલી રહેલા મંદિરના જીણોધ્ધારમાં હાલ શિખરનુ કામ પુર્ણ થયું છે. જો કે હજુ ચાર માસ ચાલે તેટલુ કામ બાકી છે ત્યારે જીણોધ્ધારના આ પુણ્યકાર્યમાં ગુરુભકતોને ફુલ નહિં તો ફૂલની પાંખડીરૂપે સહયોગ આપવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.
ગૌવકાલેશ્ર્વર મહાદેવ તથા સદ્ગુરૂ રણછોડદાસજી બાપુનુ સદગુરુ ધ્યાન મંદિર ટ્રસ્ટ તથા ન્યારા આશ્રમમાં મહાદેવનું બીજુ નાનુ મંદિર તથા ધ્યાન મંદિર પાછળ શોભાવતુ બાપજીની જગ્યાથી પ્રસિધ્ધ પામી ચુકયુ છે. કોઇપણ વ્યક્તિને નાગ, વીછીં કરે તથા કોઇપણ વ્યક્તિ કોઇ દુ:ખમાંથી પસાર થતો હોય તો બાપજીની શ્રીફળ, સાકર પ્રસાદ માનવામાં આવતો હોય તો બાપા તેની ઉ૫ર અમીદ્રષ્ટિ કરે છે તેને સારૂ થાવામાં મદદરૂપ થઇ શકે છે.
ન્યારા સદ્ગુરૂ આશ્રમમાં છેલ્લા ચાર માસથી સતત જીણોધ્ધાર કામ ચાલે છે તે અનુસંધાન દરેક ગુરુભાઇઓ તથા ગુરુબહેનોને આ જીણોધ્ધારના કામમાં સાથ આપવો દરેકની ફરજ છે. ન્યારા આશ્રમમાં બે મોટા શીખર તથા બે નાના મંદીરના શીખર કાર્ય પણ સદગુરુ ભગવાનની છત્રછાયાથી પૂર્ણ થયેલ છે. હવે હજુ ચાર માસ ચાલે તેટલું કામ બાકી છે. અમુક વસ્તુ તથા ડોનેશન આપીને ભકતો સહયોગ કરી શકશે.
ર્જીણોધ્ધારમાં હજુ આઠ રૂમ આશ્રમમાં લખવાના બાકી હોય તો તેમાં પણ સહભાગી થઇ શકશે.
અત્યાર સુધીમાં ૩૦ નંગ સીસીટીવી કેમેરા, ૩૧ નંગ પંખા, ૪૦ નંગ ટયુબ લાઇટ, ન્યારામાં એમ્પ્લીફાયર, સ્પીકર નાના-મોટા તથા માઇક્રોફોન, સીમેન્ટના બાંકડા સહિતની વસ્તુઓ આવી ગયેલી છે. સહભાગી થવા તેમજ વધુ વિગત માટે (મો.૯૮૨૫૪ ૨૪૦૬૦૬) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.