- ગુજરાતમાં 42 દિવસ ચાલશે સદગુરુ કબીર નવોદય યાત્રા
- ભવ્ય સ્વાગત બાદ જીવદયાનો ફેલાવાયો સંદેશ
- સામૈયા બાદ સદગુરુ ઉદિતમુનિએ વિશાળ જનમેદનીને કર્યુ હતું સંબોધન
સુરતમાં સદગુરુ કબીર નવોદય યાત્રા પહોચી છે. આ યાત્રા ગુજરાતમાં 42 દિવસ ચાલવાની છે. કબિર પરંપરા દેશભરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અનુસરવામાં આવે છે. ત્યારે સુરતમાં કબીર પરંપરાની ગાદીના 16માં વાહક સુરત ખાતે આવ્યા હતાં. જેમાં મોટી સંખ્યામાં બહેનોએ માથે કળશ લઈને સ્વાગત કર્યું હતું. સામૈયા બાદ સદગુરુ ઉદિતમુનિએ વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે માંસાહાર ત્યાગીને પ્રાણી માત્ર પર સમદર્ષ્ટી રાખવા માટે અપીલ કરી હતી. દામાખેડાથી કેડીવી મિશનની યાત્રા ભારત વર્ષમાં યોજાઈ રહી છે. ત્યારે નવોદય યાત્રા રાજસ્થાન બાદ ગુજરાતમાં આવી છે. આ દરમિયાન મહંત પર્વતદાસે જ્ઞાન, વૈરાગ્ય સમતા અને સેવા સહિતના પાલન સાથે જીવનને સફળ બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.
કબિર પરંપરા દેશભરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અનુસરવામાં આવે છે. ત્યારે સુરતમાં કબીર પરંપરાની ગાદીના 16માં વાહક સુરત ખાતે આવ્યા હતાં. કબીર નવોદય યાત્રા અંતર્ગત સુરતમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બહેનોએ માથે કળશ લઈને સ્વાગત કર્યું હતું. ત્યારે ડભોલી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સદગુરુ ઉદિતમુનિએ યુવાનોને હાકલ કરતાં કહ્યું કે, અવળા રસ્તે જવાં કરતાં ધાર્મિક રસ્તે આગળ વધીને સદગુરુની આ દિવ્ય પરંપરાના વાહક બનવું જોઈએ.
સામૈયા બાદ સદગુરુ ઉદિતમુનિએ વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે માંસાહાર ત્યાગીને પ્રાણી માત્ર પર સમદર્ષ્ટી રાખવા માટે અપીલ કરી હતી. સાથે જ ધાર્મિક સમભાવ રાખીને યુવાનોએ પરંપરાના વાહક બનીને આ દિવ્ય સંદેશ જન જન સુધી પહોંચાડવાની હાકલ કરી હતી. વિશાળ જનમેદનીએ તેમણે આશિર્વાદ આપ્યા હતાં. ત્યારબાદ ભોજન પ્રસાદ ભાવિકોએ ગ્રહણ કર્યો હતો.
મહંત પર્વતદાસે કહ્યું કે, છતિસગઢના દામાખેડાથી કેડીવી મિશનની ભારત વર્ષમાં યાત્રા યોજાઈ રહી છે. ત્યારે નવોદય યાત્રા રાજસ્થાન બાદ ગુજરાતમાં આવી છે. આજે બીજા દિવસે જીવદયા અને આતમફળ વિષેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નવોદય યાત્રામાં સદગુરુના આશિર્વાદ આપવામાં આવ્યાં હતાં. જ્ઞાન, વૈરાગ્ય સમતા અને સેવા સહિતના પાલન સાથે જીવનને સફળ બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય