પૂ. રણછોડદાસજી બાપુ દ્વારા દરરોજ પરપ્રાંતીયો, મજુરોને જમવાનું પહોંચાડાય છે
પ.પૂ. રણછોડદાસજી બાપુ દ્વારા રાજકોટ જિલ્લાના ૧ર૦૦૦ મનરેગા શ્રમિકોનું પૌષ્ટિક સુખડીનું વિતરણ કરવામાં આવ્યું છે તેમજ દરરોજ પરપ્રાંતિયો મજુરોને જમવાનું પહોચાડવામાં આવે છે.
પ.પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ (સદગુરુ સદન ટ્રસ્ટ) તથા રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા પ.પૂ. સદગુરુદેવ ભગવાન રણછોડદાસબાપુના જીવન સંદેશ, ભૂખે કો ભોજન તથા તેઓનાં જ શબ્દોમાં ભોજનની સેવાનો ઉચ્ચતમ ગણાવતા મંત્ર ‘નહિ મુકિત હે જ્ઞાન, ઘ્યાન મેં, નહી મુકિત હૈ પોથી મેં , બના ને મુકિત આંખો દેખી, હૈ ગરીબ કી રોટ મેં’ મહા મંત્રને ચરિતાર્થ કરવામાં આવે છે, આવા વિકટ સમયમાં પ.પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ હંમેશા અગ્રેસર રહે છે, અને એટલે જ રાજકોટ શહેર તથા આજુબાજુના અસંખ્ય શ્રમિકો પરપ્રાંતિયો તથા મજુરોને દરરોજને દરરો જમવાનું પહોચાડવામાં આવે છે અને તેઓની જઠરાગ્નિને તૃપ્તી આપવામાં આવે છે.
તથા પ.પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ, રાજકોટ આવી જ અનોખી સેવા અત્યારે રાજકોટ જીલ્લામાં સરકાર દ્વારા ચાલતા મનરેગાના રાહત કામના શ્રમિકો માટે પૌષ્ટિક સુખડીની સેવા કરવામાં આવે છે.
જેમાં રાજકોટ જીલ્લાના તમામ તાલુકા જસદણ, વિછીંયા, ઉપલેટા, જેતપુર, ગોંડલ, કોટડા સાંગાણી, જામકંડોરણા, ધોરાજીના ગામડાઓમાં ૧ર૦૦૦ શ્રમિકોને પૌષ્ટિક સુખડી પહોચડવામાં આવે છે.
આ પૌષ્ટિક સુખડી દરેક શ્રમિકોને રપ૦ ગ્રામ જેટલી આપવામાં આવે છે જેનાથી તેઓ બહુ જ પ્રસન્ન થાય છે કેમ કે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં તેઓની શકિત પરસેવા દ્વારા નીકળી જાય છે. જે આ પૌષ્ટિક સુખડી દ્વારા તેઓને નવી શકિત મળે છે. અને મનરેગાના શ્રમ કાર્યમાં તેઓ વધારે મહેનતથી કાર્ય કરતા રહે છે.
સુખડી વિતરણમાં રાજકોટ કલેકટર કચેરીના અધિક કલેકટર જે.કે. પટેલ તથા રાજકોટ જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા તથા ડીડી. પી.સી. સી. નરેશભાઇ બોરીચાનો સહયોગ મળી રહ્યો છે.
આ સમગ્ર સુખડી વિતરણમાં સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણભાઇ વસાણી દ્વારા જહેમત ઉઠાવછવામાં આવી રહી છે અને હજુ પણ રાજકોટ જીલ્લાના મનરેગાના રાહત કામોમાં સુખડીનું વિતરણ ચાલુ જ છે તથા જયાં સુધી મનરેગાનું કામ ચાલુ રહેશે ત્યાં સુધી સમગ્ર રાજકોટ જીલ્લામાં સુખડી વિતરણ ચાલુ જ રહેશે. તથા સુખડી વિતરણના સેવા કાર્ય સંસ્થાના કાર્યકર ભાઇઓ નિલેશભાઇ નિમાવત (મુન્નાભાઇ) શાંતિભાઇ વાડોલીયા, અનુભાઇ વસાણી, ગનીભાઇ વિગેરે સેવા આપી રહ્યા છે.