કેશોદમાં રહેતા બેન્જો માસ્ટર સાદીકભાઈ અલ્લારખાભાઈ પરમાર ઉર્ફે સાદીક જેમના સાથે બાવીસ વર્ષથી બેન્જોથી સંગત કરાવવામાં સાથ આપ્યો એવા હાજીભાઈ રમકડુએ સાદીકભાઈ મીર પ્રત્યે સદભાવના દર્શાવવા અને તેમને સહયોગી બનવા માટે અન્ય ગાયક કલાકારોને જાણ કરતા ગાયક કલાકારોએ પણ સહયોગ બનવા તૈયારી બતાવી અને આઝાદ કલબ કેશોદની આગેવાનીમાં તેમજ અન્ય દાતાઓ તથા સમસ્ત પ્રાંસલી ગામ દ્વારા પ્રાંસલી મુકામે લોક ડાયરામાં પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, અભેસીંગ રાઠોડ, લલીતાબેન ઘોડાદરા, સુરેશભાઈ રાવળ , રાજાભાઈ ગઢવી, હાજીભાઈ રમકડુ ગ્રુપના સથવારે લોક ડાયરો યોજાયો હતો. લોક ડાયરામાં થતી આવક બેન્જો માસ્ટર સાદીકભાઈ મીરને આપી આર્થિક સહયોગ બન્યા હતા.
લોક ડાયરાને સફળ બનાવવા રાજકીય આગેવાનો આમંત્રીત મહેમાનો તેમજ જૂનાગઢથી શેરનાથબાપુ અમદાવાદથી ધનસુખનાથબાપુ સહિતના સંતો તથા આજુબાજુના વિસ્તારની જાહેર જનતા લોક ડાયરાનો લાભ લેવા અને બેન્જો માસ્ટર સાદીકભાઈ મીરને સહયોગી બનવા પધાર્યા હતા.