મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે
સૌરાષ્ટ્રભરમાં મહારાણા પ્રતાપની ૪૭૮મી જન્મજયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગ‚પે રાજકોટ
ખાતે કરણી સેના દ્વારા સોરઠીયાવાડી સર્કલ પાસે મહારાણા પ્રતાપની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. સાથો સાથ સોરઠીયાવાડી સર્કલથી અમરનાથ મહાદેવ મંદિર સુધી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહારાણા પ્રતાપની ૪૭૮મી જન્મજયંતી નિમિતે રાજકોટમાં સોરઠીયાવાડી સર્કલ સ્થિત મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગ‚પે કરણી સેના દ્વારા પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા. સાથે સાધુધરા મુનિ દ્વારા મહારાણા પ્રતાપનો મહિમા તેમના જીવનના બહાદુર પરાક્રમો વિશે પણ માહિતગાર કરાયા હતા. તેઓએ જણાવ્યું હતું કે, મહારાણા પ્રતાપ એટલે હિન્દુ સમ્રાટ અને આજે લોકો જો મંદિરમાં જઈ શકતા હોય તો તેનો પ્રતાપ એટલે મહારાણા પ્રતાપ. મહારાણા પ્રતાપની નેક અને ટેક એ ફકત રાજપૂતિ સમાજ માટે નહીં પરંતુ સમસ્ત હિન્દુ સમાજ માટે આસ્થાનું પ્રતિક ગણાવ્યું હતું.
મહારાણા પ્રતાપનું એક ટેકનું ઉદાહરણ આપતા આધુદાઅએ જણાવ્યું હતું કે, તેમણે માસ અને મદિરાનો ત્યાગ કર્યો હતો. પોતાની પુત્રી એક બટકુ રોટલા માટે જયારે જંગલી બિલાડી એક બટકુ છીનવી ચાલી ગઈ તો તેણે મરવાનું પસંદ કયુર્ં પણ માસનું ભોજન ગ્રહણ ના કર્યું. સાથે બહાદુરીના પરાક્રમમાં તે અકબર સામે પણ લડયા અને કહેવાય છે કે પુરા ભારત વર્ષમાં અકબર ફકત એક મહારાણા પ્રતાપથી જ ડરતો હતો સાથે જણાવ્યું હતું કે, ત્યારે અને હાલ જો એકતા સાચવીએ તો હિન્દુ સમાજને કોઈ દખલ કરી શકે તેમ નથી. સાથે રાજપૂત સમાજને પોતાની કુમડુકવૃતિ દુર કરી આગળ કેમ વધવુ તેના પર ધ્યાન આપવાનું કહ્યું હતું. ત્યારબાદ જય ભવાનીના નારા સાથે મહારેલીની શરૂ આત કરી હતી.