જામનગરના ઓશવાળા સેન્ટર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામા ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અને લોકશાહીના ખૂન સમાન કટોકટી કાળા દિન તરીકે જામનગરમાં ભાજપનું સંમેલન યોજાયુ હતું.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ભાજપના સંમેલનને સંબોધન કરતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા તેઓ કોંગ્રેસના રાહુલ ગાંધી તેના દાદી (સ્વ.ઇન્દિરા ગાંધી)નો ઇતિહાસ વાંચે સત્તા માટે થઇ કટોકટી કોંગ્રેસએ દેશમાં લાદી હતી ત્યારે જામનગરના ૧૬ લોકો જેલમાં ગયા હતા દેશ માટે અવાજ ઉઠવનાર ડો.શ્યામાપ્રસાદ મુખરજી હતા. તેઓ એક વિચાર થી ભારતમાં આજે ક્રાંતી સર્જી છે. પ્રાણ અને બલિદાન અનેક રાષ્ટ્ર ભકતોએ આપેલ હતા તે સમયે ડો.શ્યામાપ્રસાદ મુખરજીનો વિચાર આજે ભાજપનું પરીણામ સ્વરૂપે દેશ ઉપર શાસન ચલાવી રહ્યુ છે તેઓ ભાજપના કાર્યકરોને શીખ આપતા જીતુભાઇ વાઘાણીએ કહ્યુ હતુ કે ભાજપએ વિચારમાંથી ઉભી થયેલ એ રાષ્ટ્રીય પાર્ટી છે. જયારે કોંગ્રેસ એ આંદોલનમાંથી ઉભી થયેલ પાટી છે જનસંધ એ સતાલક્ષી નહી પરંતુ વાહકો બની દેશના છેવાડા માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવાનું ભાજપનું સ્વપ્ન છે જે વિસ્તારો વિકાસ, સુવિધાથી વંચીત છે તેને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડવાનું કામ આજે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદી પહોચાડી રહયા છે