’સંસ્કાર બજારમાં વેંચાતા નથી મળતા’ આ વાત બિલકુલ સાચી છે. જો સંસ્કાર બજારમાં વેંચાતા મળતા હોત તો શાયદ દુનિયામાં આવારા તત્વો અને ઉઠીયાણ લોકોનું અસ્તિત્વ જ ન હોત. લોકો બજારમાંથી સંસ્કાર લઈને પોતાની આવનારી પેઢી માટે રાખી દેત પણ એવું થતું નથી. સંસ્કાર તો માતા-પિતા અને વડીલો પાસે ગળથુથીમાં મળે છે. કહેવાય છે કે, હીરો પણ ક્યારેક ચીંથરામાં વિટેલો હોય તેવી જ રીતે ઉચ્ચ સંસ્કારનો એક નમૂનો જોવા મળ્યો છે.
તિરુનલવેલી ખાતેની એક 19 વર્ષીય કચરો વીણવાવાળી કિશોરી જેનું નામ જી મરીયમલ છે. જેની દૈનિક કમાણી 300 રૂપિયાને વટાવી નથી શકતી. તેને બુધવારે રૂ. 58 હજાર અને સ્માર્ટફોનવાળું પર્સ મળી આવ્યું હતું. પર્સ મળતા કિશોરીએ પર્સ ખોલીને તે પણ ન જોયું કે તેમાં ખરેખર છે શું? પરંતુ તે કિશોરી સીધી જ તિરુનેલવેલી જિલ્લાના મુક્કુદાલ પોલીસ સ્ટેશન પર્સ લઈને પહોંચી હતી. ત્યાં પોલીસે પર્સ ચેક કરતા તેમાં 58,210 રૂપિયા મળી આવ્યા હતા.
શુક્રવારે તિરુનેલવેલી જિલ્લાના એસપી એન મનિવાન્નાએ 45 વર્ષીય ગણપતિની પાંચ પુત્રી મરિયમમલ અને 40 વર્ષની સેલ્વીને તેની પ્રામાણિકતા માટે સન્માનિત કર્યા હતા. આ કુટુંબ કટ્ટુ નાઇકર સમુદાયનો છે, જે એક ગરીબ વિચરતી આદિજાતિ વર્ગ છે. જે તમિલનાડુની શેરીઓમાં ભીખ માંગવા અથવા નાના વાહન વેચીને જીવન નિર્વાહ કરે છે. તેની બધી મોટી બહેનો પરિણીત છે અને કિશોરી તેના માતાપિતા સાથે રહે છે. તેણીના સમુદાયના અન્ય ઘણા લોકોની જેમ તે પણ પાંચમા ધોરણ પછી તે આગળ અભ્યાસ કરી ન શકતી ન હતી.
બુધવારે બપોરના.3 વાગ્યાની આસપાસ કિશોરીને પર્સ મળતાં તેની કાકી અને અન્ય છ મહિલાઓ ચીંથરેહાલ કરી રહી હતી. સેલ્વી કહ્યું હતું કે, અચાનક પર્સ કંપવા લાગ્યું અને અમને તેની અંદર પૈસા અને મોંઘો ફોન મળ્યો.મહિલાઓ તાત્કાલિક તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ. સેલ્વીએ કહ્યું, અમે મહેનતથી મળેલા પૈસાની કિંમત જાણીએ છીએ. જેથી પોલીસને કબજો સોંપવો અમે યોગ્ય સમજીને પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. પર્સના માલિકે કિશોરીને પ્રશંસાના રૂપમાં 1 હજાર રૂપિયા આપ્યા હતા.