ધ્રાંગધ્રા શહેરની શાંતિ કેટલાક અસામાજીક તત્વોને રાજ નથી આવતી જેથી વારંવાર શહેરમા અરાજકતા ફેલાય તેવા કાર્ય કરાય છે ત્યારે ધ્રાંગધ્રા શહેરમા કેટલાક વેપારીઓને પણ કેટલાક અસામાજીક તત્વો દ્વારા પરેશાન કરાતા હોય છે જેી શહેરમા ધીરેધીરે શાંતિ પ્રિય પરીવારો ધ્રાગધ્રાને અલવીદા કરી બીજા શહેરોમા વસવાટ કરવા લાગ્યા છે ત્યારે વારંવાર ઝગડા અને મારામારીના અનેક કિસ્સાબાદ વેપારીઓ સો પણ બેહુદુ વર્તન કરી દુકાનોમા તોડફોડ કરાતા સમગ્ર વેપારી એસો. દ્વારા કડક અધિકારીની માંગ કરાઇ હતી જેના પગલે ધ્રાગધ્રા શહેરમા કડક અધિકારી પણ મુકાયા છે પરંતુ કડક અધિકારી હોવા છતા ફરીથી ધ્રાંગધ્રા શહેરની ખાનગી હોસ્પીટલમા તોડફોડ કરવાનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે.
જેમા ધ્રાંગધ્રા શહેરની શ્રીરામ સર્જીકલ હોસ્પીટલ ખાતે તા.૭ જુલાઇના રોજ મોડી સાંજે એક શખ્સ દારુ પીધેલી હાલતમા આવી પોતાની પત્નિએ ઝેરી દવા પીધી હોવાનુ જણાવ્યુ હોવાથી તુરંત ડોક્ટરને બોલાવી આપવા ખાનગી હોસ્પીટલના કંમ્પાઉન્ડરને જણાવેલ પરંતુ શ્રીરામ હોસ્પીટલના ડોક્ટર નિર્મળ સોલંકી હાજર નહિ હોવાથી તાત્કાલિક આ પેસન્ટને બીજી કોઇ હોસ્પીટલમા રીફર કરવાનુ જણાવતા ઉશ્કેરાઇ ગયેલા શખ્સે હોસ્પીટલમા તોડફોડ કરવાનુ શરુ કરી દેવાયુ હતુ જેમા ખાનગી હોસ્પીટલના એન્ટર ગેઇટમા લગાવાયેલ કાચની તોડફોડ કરાઇ હતી.
આ સમગ્ર મામલો સીસીટીવીમા પણ કેદ થયો હતો જ્યારે આ આ શખ્સ દ્વારા તોડફોડ સમયે પત્યક્ષદર્શીઓ દ્વારા જણાવાયુ હતુ કે આ શખ્સ પોતે ખુબજ નશાની હાલતમા હતો. જે તોડફોડ કરાયા બાદ ત્યાથી ચાલ્યો ગયો હતો. આ શખ્સે ખાનગી હોસ્પીટલમા તોડફોડ કરાયાના થોડા ક્ષણો અગાઉ ધ્રાંગધ્રાની સરકારી હોસ્પીટલ તથા અન્ય એક ખાનગી હોસ્પીટલમા પણ તોડફોડ કરી હોવાની વિગતો પ્રાપ્ત થઇ હતી જ્યારે હાલતો શ્રીરામ હોસ્પીટલના તબીબ દ્વારા ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશને આ શખ્સ વિરુધ્ધ ફરીયાદ નોંધી સીસીટીવીમાં તમામ ગતિવીધીના ફુટેજના આધારે આ શખ્સની ઓળખ કરી અક્ષય સાગઠીયા નામના શખ્સ વિરુધ્ધ તોડફોડની ફરીયાદ નોંધાવી છે.