દેશના યુવા મતદારોમાં મતદાન અંગેની જાગૃતતા કેળવશે માસ્ટર બ્લાસ્ટર સચિન
લોકસભા ચૂંટણી–2024ની તૈયારીઓને ધ્યાને રાખી રાષ્ટ્રીય ચૂંટણી પંચ જોરશોરથી કામે લાગી ગયું છે. વધુમાં વધુ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે ચૂંટણી પંચ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 23 ઓગસ્ટે નવી દિલ્હીમાં સચિન તેંડુલકર અને ચૂંટણી પંચની પેનલ વચ્ચે એક સમજુતી પર હસ્તાક્ષર કરવામાં આવશે. ત્રણ વર્ષના સમજુતી કરાર હેઠળ તેંડુલકર મતદારોમાં જાગૃતિનો સંદેશ ફેલાવશે.
ક્રિકેટના મેદાનમાં સચિન તેંડુલકરે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ત્યારે હવે ભારતીય ચૂંટણી પંચે ભારત રત્ન સચિન તેંડુલકરને મોટી જવાબદારી સોંપવા જઈ રહી છે. ચૂંટણી પંચે સચિન તેંડુલકરને નેશનલ આઈકોન બનાવ્યા છે. ક્રિકેટના દિગ્ગજ અને ભારત રત્ન સચિન તેંડુલકર મતદાર જાગૃતિ અને શિક્ષણ માટે ’રાષ્ટ્રીય આઇકોન’ તરીકે નવી ઇનિંગ શરૂ કરશે, એમ ભારતના ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું હતું. સચિન દિલ્હીમાં ઓલ ઈન્ડિયા રેડિયોના રંગ ભવનમાં ચૂંટણી પંચ સાથે ત્રણ વર્ષ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરશે. યુવાનોમાં સચિન માટે ઘણો ક્રેઝ છે. 2024ની લોકસભા ચૂંટણીમાં યુવાનોની ભાગીદારી વધારવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું હશે.
આવનારી લોકસભા ચૂંટણીમાં વધુને વધુ લોકો મતદાન કરે તે હેતુસર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર મતદારોમાં જાગૃતતા ફેલાવશે. આજના યુવા વર્ગમાં સચિન તેંડુલકરને યુવાઓ પોતાના આઈડલ માને છે. અને પાંચ ચૂંટણીમાં એ દરેક લોકોને ચૂંટણી ક્ષેત્રે જાગૃતતા ફેલાવવા માટે જોડે છે જેનું પ્રભુત્વ દેશ અને દેશના લોકો પર જોવા મળતું હોય.