ક્રિકેટ જગતનો કિંગ એટલે સચીન તેંદુલકર. આજે નાના બાળકને પણ પૂછવામાં આવે તો તે ક્રિકેટર બનવાની ઇચ્છા વ્યકત કરે છે અને તે પણ સચિન જેવા મહાન ક્રિકેટર બનવા માંગે છે. સચિનની મહેનતની સાથે સાથે તેમના ગુરુ રમાકાંતએ પીએન સચિનને ક્રિકેટ શિખવાડવામાં ખૂબ જ મહેનત કરી છે.
સચિન તેંદુલકરને ક્રિકેટ શિખડાવનાર રમાકાંત આચરેકરનું 86 વર્ષની વયે મુંબઇ ખાતે બુધવારે સાંજે નિધન થઇ છે. તેમનું નિધન શિવાજી પાર્કની પાસે દાદર સ્થિત તેમના નિવાસ પર થયું છે. તેમને ઉંમર સંબંધિત બિમારીઓ હતી. આચરેકરના પરિવારના સભ્ય રશ્મી દેવીએ સમાચાર એજન્સી પીટીઆઈને આ અંગે જાણકારી આપી હતી.
ક્રિકેટમાં આપેલા યોગદાન માટે રમાકાંત આચરેકરને પદ્મ શ્રી અને દ્રોણાચાર્ચ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રમાકાંત આચરેકરની કોચિંગમાં સચિન તેંડુલકર, વિનોદ કાંબલી. સમીર દીધે, પ્રવીણ આમરે. ચંદ્રકાંત પંડિત અને બલવિંદર સિંહ સંધૂ જેવા ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ પોતાની રમતને નિખારી હતી. આચરેકરના નિધનના સમાચાર સાંભળીને ક્રિકેટમાં શોકની લહેર દોડી ગઈ છે. સચિને બાળપણમાં જ્યારે ક્રિકેટ શિખવાનું શરૂ કર્યું હતું, ત્યારે તેના ભાઈ અજીત તેંડુલકરે શિવાજી પાર્કમાં સચિનની આચરેકર સાથે મુલાકાત કરાવી હતી. ત્યારબાદ અહીંથી ગુરૂ-શિષ્ય તેંડુલકર-આચરેકરની આ જોડીને વિશ્વભરમાં ખ્યાતી મળી હતી