ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરને તમે મોટાભાગની મેચોમાં 10 નંબરની જર્સી પહેરીને રમતા જોયા હશે. ક્રિકેટ ઈતિહાસમાં ક્રિકેટના ભગવાનની જર્સીના ’૧૦’ને એક પ્રતિષ્ઠિત નંબર માનવામાં આવે છે. સચિને આ નંબરની જર્સી પહેરીને ઘણા રેકોર્ડ્સ બનાવ્યા હતા અને તોડ્યા હતા.
વર્ષ 2013માં સચિને નિવૃત થઈ ચૂક્યો છે. સચિન ૧૦ સિવાય ૩૩ અને ૯૯ નંબરની જર્સીમાં પણ મેદાનમાં દેખાઈ ચૂક્યા છે. ક્રિકેટ બોર્ડે હવે આ નંબરની જર્સીને આંતરરાષ્ટ્રીય મેચો માટે રિટાયર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે હવે ટીમના અન્ય કોઈ ખેલાડીને આ નંબરની જર્સી નહીં આપવામાં આવે તેવું જાણવા મળે છે.
વર્ષ ૨૦૧૩માં આંતરરાષ્ટ્રીય ક્રિકટથી સંન્યાસ લઈ ચૂકેલા સચિને છેલ્લે માર્ચ ૨૦૧૨માં આ જર્સી પહેરી હતી. થોડાક મહિના પહેલા મુંબઈના પેસર શાર્દુલ ઠાકુરે ભારત-શ્રીલંકા વનડે સીરીઝમાં આ નંબરની જર્સી પહેરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યુ હતું. શાર્દુલ ઠાકુરે ૧૦ નંબરની જર્સી પહેરીને શ્રીલંકા વિરુદ્ધ કોલંબોમાં એક મેચ રમી હતી જે બાદ સોશિયલ મીડિયા પર તેમની અને BCCIની ટીકા કરાઈ હતી.
સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેમને અપીલ કરી કે તેઓ ફરીવાર આ જર્સી પહેરીને મેદાન પર ન આવે. હવે આ રીતના કોઈપણ પ્રકારના વિવાદથી બચવા માટે BCCIએ આ જર્સીને રિટાયર કરવાનો નિર્ણય લઈ લીધો છે.