ફેક એકાઉન્ટ બનાવી લોકો સોશિયલ મિડિયા પર આસાનીથી છેતરવાં સક્ષમ બની જતા હોય છે તેવું જ બન્યું છે ક્રિકેટના ફોર્મર કેપ્ટન સચિન તેંડુલકર સાથે જી હા…… સચિનના પુત્ર અર્જુન તેમજ સારાના ટ્વીટર પર ફેક એકાઉન્ટ હોવાની જાણ થતા જ સોશિયલ મિડિયા પ્લેટ ફોર્મને આ ફેક એકાઉન્ટ બંધ કરવા અરજી કરી હતી. સોમવારના રોજ સચિને ફરી એક વખત ટવીટ કરી જણાવ્યું હતું કે સારા તેમજ અર્જુન ટ્વીટર પર એક્ટીવ નથી. હું ટ્વીટરને રિકવેસ્ટ કરુ છુ કે બને તેટલુ જલ્દી આ એકાઉન્ટને હટાવી દેવામાં આવે ત્યાર બાદ વધુ એક ટ્વીટ કરી તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના બનાવો ગેર સમજ ઉભી કરી છે. તેમજ નુકશાનકારક છે માટે તેના પર ત્વરીત પગલા લેવામાં આવે જો કે, સચિનનો પુત્ર અર્જુન હાલ વિનુ માખંડ ટ્રોફી માટેની ક્રિકેટ ટીમની તૈયારી કરી રહ્યો છે. ત્યારે પુત્રી સારા તેના મિત્રો સાથે પાર્ટી કરતે દેખાઇ રહી છે. જો કે સચિન આ ફેક એકાઉન્ટના મામલાથી સોશિયલ મિડિયાથી નારાજ તો છે, પરંતુ ટેન્શનની વચ્ચે પર ક્રિકેટર સચિન અન્ય ક્રિકેટરોને ભુલતા નથી જે હાલ જ સાઉથ આફ્રિકાના ક્રિકેટર જેક્યુસ કાલિસને જન્મદિવસની શુભકામના પાઠવતા દેખાઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.