મહાન ક્રિકેટર સચિન તેંદુલકરે બુધવારે સ્માટ્રોન કંપનીનો નવો એસઆરટી.ફોન લોન્ચ કર્યો છે. Smartron srt.phone ની કિંમત ૧૨,૯૯૯ રૂપિયાથી શરુ થાય છે અને તે એક્સક્લુઝિવ રીતે ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર મળશે. સ્માટ્રોન એસારટી.ફોનને સ્ટોરેજ આધારિત બે વેરીયેંટ રજૂ કર્યા છે. એક વેરીયેંટ 32GB સ્ટોરેજવાળો છે, જેની કિંમત ૧૨,૯૯૯ રૂપિયા છે. તેમજ 64GB સ્ટોરેજવાળો વેરીયેંટ ૧૩,૯૯૯ રૂપિયામાં મળશે.
સ્માટ્રોન ઇન્ડિયા માર્કેટમાં એક નવી કંપની છે. આજની તારીખમાં માર્કેટમાં આ કંપનીનાં બે પ્રોડક્ટ છે- સ્માટ્રોન ટી.ફોન અને સ્માટ્રોન ટી.બુક લેપટોપ-ટેબલેટ હાઈબ્રિડ. કંપનીની પહેલી પ્રોડક્ટ હાઈબ્રિડ લેપટોપ સ્માટ્રોન ટી.બુક હતી. તેને ગયા વર્ષે માર્ચ મહિનામાં ૩૯,૯૯૯ રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. સ્માર્ટફોનને ગયા વર્ષે મે મહિનામાં ૨૨,૯૯૯ રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. એસારટી.ફોન કંપનીનો બીજો સ્માર્ટફોન હશે.
સ્માટ્રોન એસઆરટી.ફોન માં ૫.૫ ઇંચની ફૂલ એચડી આઈપીએસ એલસીડી ડિસ્પ્લે છે. હેન્ડસેટમાં સ્નેપડ્રેગન ૬૫૨ પ્રોસેસર સાથે 4GB રેમ આપવામાં આવી છે. ઇનબિલ્ટ સ્ટોરેજ વિશે તમને જાણીને નિરાશા થશે કે, માઈક્રોએસડી કાર્ડ માટે જગ્યા નથી આપવામાં આવી. જેના બદલે કંપનીએયુઝર ટી કલાઉડ પર અનલિમિટેડ સ્ટોરેજ આપી છે. આ હેન્ડસેટ એન્ડ્રોઈડ ૭.૦ ઓએસ પર ચાલશે.
રીયર કેમરો f/૨.૦ અપર્ચર, ફેસ ડિટેકશન ઓટો ફોકસ અને બીઆઈએસ સેન્સરથી સજ્જ છે. તેમજ ફ્રન્ટ કેમરા ૫ મેગાપિક્સેલનો છે. સેલ્ફી માટે વાઈડ એન્ગલ સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિંગરપ્રિન્ટ સેન્સરથી સજ્જ આ સ્માર્ટફોનમાં ૩,૦૦૦ એમએએચની બેટરી છે, જે ક્વિક ચાર્જ ૨.૦ ને સપોર્ટ કરે છે.
કનેક્ટિવિટી ફીચરમાં 4G વીઓએલટીઈ, ડ્યુઅલ બેન્ડ વાઈ-ફાઈ, બ્લૂટૂથ, માઈક્રો-યૂએસબી પોર્ટ, જીપીએસ/એ-જીપીએસઅને એનએસફી સામેલ છે. એક્સેલેરોમીટર, એમ્બીયેંટ લાઈટ સેન્સર, જાયરોસ્કોપ અને પ્રોક્સીમિટી સેન્સર હેન્ડસેટનો હિસ્સો છે.