માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેંડુલકરને ક્રિકેટ ગોડ કહેવાય છે તો શું આમીર ખાનને ફિલ્મ ગોડ કહેવાય ? આમીર ખાનની ફિલ્મો બોકસ ઓફિસ પર ટંકશાળ પાડે છે તો શું આમીરને આ ખિતાબ ન મળવો જોઈએ? ખાસિયત એ છે કે આમીર ખાન ખૂબજ ઓછા બજેટમાં ફિલ્મો બનાવીને પેશ કરે છે. તેની પ્રમોશન કરવાની સ્ટાઈલ નિરાળી છે.
આમીરે જ ૧૦૦ કરોડ, ૨૦૦ કરોડ, ૩૦૦ કરોડ અને ૫૦૦ કરોડ કલબ મૂવીની શ‚આત કરી. તેની લગાતાર ફિલ્મો જેમ કે સરફરોશ, દિલ ચાહતા હૈ, લગાન, તારે ઝમી પર, ગજિની, થ્રી ઈડિયટ્સ, પી.કે, દંગલ વિગેરે ફિલ્મો બ્લોકબસ્ટર હીટ રહી છે.
આમીર ખાનની બુરાઈ કરનારા લોકો (દાખલા તરીકે રામ ગોપાલ વર્મા) પણ આમીરની તારીફના પુલ બાંધી રહ્યા છે. ગોર્જિઅસ અભિનેત્રી રેખાએ કહ્યું કે, આમીર ખાન ભલે એવોર્ડ ફંકશનમાં ન આવે પણ તે તેની ફિલ્મો થકી જગ્યાએ મૌજુદ છે.
શોટગન શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતુ કે ન ભૂતો ન ભવિષ્યતિ, આમીર ખાન જેવું કોઈ થયું નથી ને થશે પણ નહી.