વાવડી ચોકડી પાસેના ક્રિષ્ના હોલ ખાતે યોજાનાર કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ પણ અપાશે
મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના પુત્ર સ્વ.ડો. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં મોરબીમાં આગામી ૨૨મીએ સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવશે.
ડો. બ્રિજેશ મેરજા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ૯ વર્ષ થી મોરબીના જુદા જુદા વિસ્તારોમાં જરૂરિયાતમંદ દર્દીઓને ઘર આંગણે વિનામૂલ્યે તબીબી સુવિધાઓ મળી રહે તે હેતુથી નિદાન અને સારવાર કેમ્પો યોજવામાં આવી રહ્યા છે. મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના પુત્ર ડો. પ્રશાંત મેરજાનુ ૨૩ વર્ષની વયે કાર અકસ્માતમાં નિધન થતા તેનોની સ્મૃતિમાં સેવકાર્યો કરવામાં આવી રહ્યા છે.
ડો. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં આગામી તા.૨૨ને રવિવારે સવારે ૮:૩૦ કલાકે કંડલા બાયપાસ, વાવડી ચોકડી, અતુલ મોટર પાસે, ક્રિષ્ના હોલમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિનામૂલ્યે નિદાન તેમજ સારવાર કરવામાં આવશે. આ સાથે દર્દીઓને નિઃશુલ્ક દવાઓ પણ આપવામા આવશે. આ તકે માતૃશ્રી વજીબેન અમરશીભાઈ મેરજાને શ્રદ્ધાસુમન અર્પણ કરી બીજી પુણ્યતિથિએ અંજલિ અપાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com